અમદાવાદ : આઠ-આઠ દર્દીઓ જીવતા ભુંજાયા કોવિદ હોસ્પીટલમાં, આવી રહી ચૂક

0
582

અમદાવાદ : શહેરના નવરંગપુરા વિસ્તારમાં ખાનગી શ્રેય કોવિડ  હોસ્પિટલમાં મોડીરાત્રે લાગેલી ભીષણ આગમાં સારવાર લઇ રહેલા આઈસીયુમાં દાખલ આઠ કોરોના દર્દીઓના મૃત્યુ નીપજતા છે. આ ઘટનામાં 5 પુરૂષ અને 3 મહિલા દર્દીઓ આઇસીયુમાં જ બળીને ભડથું થઇ જતા સનસનાટી સાથે ચકચાર  મચી ગઈ છે ગયા છે. મૃત્યુ ઉપરાંત હોસ્પિટલ સ્ટાફ પણ દાજી ગયો હોવાની વિગતો સામે આવી છે.

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કોરોના માટે શ્રેય હોસ્પિટલને પરવાનગી આપવામાં આવી હતી. જ્યાં મોડી રાત્રે 3થી 4 વાગ્યાની આસપાસ કોઈ પણ કારણસર ભીષણ આગ ફાટી નીકળી હતી. આ હોસ્પિટલના ચોથા માળે કોરોના વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેના આઈસીયૂ વોર્ડમાં શોર્ટસર્કિટના થયેલ ચિનગારી બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને લઈને હોસ્પીટલમાં અફડાતફડી મચી ગઈ હતી. આ ઘટનાને પગલે ફાયરની ગાડીઓએ પહોચી આગ પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ફાયર કામગીરી કરે તે પૂર્વે હોસ્પીટલના આઈસીયુમાં દાખલ કોરોનાના આઠ દર્દીઓએ જીવતા જ ભૂંજાઈ ગયા હતા અને ચોથો માળ જ  ખાક થઇ ગયો હતો. આ ગોજારી ઘટનામાં જે 8 મૃતક દર્દીઓના મોત થયા છે,

આ ઘટનામાં હોસ્પિટલ તંત્રની ક્ષ્ત્રીઓ સામે આવી છે જેમાં આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. પરંતુ ફાયરની ટીમ ઘટનાસ્થળે મોડી પહોંચી ગઇ હતી. આ હૉસ્પિટલમાં કોઇ જ ફાયર સેફ્ટી ન હતી. જે ફાયર સેફ્ટીના સાધનો છે તે એક્સ પાયરી તારીખ વાળા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ફાયર એક્જીટ ન હોવાનું અને એક માત્ર રસ્તો હોવાનું સામે આવ્યું છે જેના કારણે ઘટનાએ મોટું રૂપ ધારણ કરી લીધું હોવાનું જાણકારોએ મત દર્શાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here