ધબાધબી : કોંગ્રેસના કોર્પોરેટરે ભાજપને રેમડેસીવીર ચોર કહેતા થઇ જોવા જેવી

0
344

જામનગર અપડેટ્સ : અમદાવાદ મહાનગરપાલિકાની યોજાયેલ જનરલ બોર્ડમાં ગઈ કાલે ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઇ હતી. હોસ્પિટલમાં વધારી દેવાયેલ  ચાર્જથી માંડી વિકાસ કાર્યોના મુદ્દે ગઈ કાલે બંને તરફે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી, એમાય વધુ અગ્રેસીવ બની ગયેલ કોંગી કોર્પોરેટરોએ અધ્યક્ષના મેજ સુધી પહોચી એજન્ડા સહિતના કાગળો ફાડી મેયર તરફ ફેંક્યા હતા. જેને લઈને સભા તાત્કાલિક બરખાસ્ત કરી દેવામાં આવી હતી.

આમતો રાજ્યની ભાજપા શાસિત તમામ મહાનગરપાલિકાઓમાં જનરલ બોર્ડ વખતે સતાધારી જૂથ અને વિપક્ષ વચ્ચે તું તું મે મે જોવા મળે છે. જામનગર હોય કે ભાવનગર. અમદાવાદ હોય કે વડોદરા તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપા અને કોંગ્રેસ વચ્ચે હમેશા ટોમ એન્ડ જેરી જેવો જ વ્યવહાર રહ્યો છે. ગઈ કાલે અમદાવાદ મહાનગરપાલિકાની યોજાયેલ જનરલ બોર્ડની બેઠક પણ તોફાની બની હતી. હોસ્પિટલમાં વધારી  દેવામાં આવેલ ચાર્જને લઈને વિપક્ષ દ્વારા ભાજપાને ઘેરવામાં આવ્યો હતો. જયારે સુવિધાઓ અને વિકાસના કાર્યોને લઈને પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એમાય કોંગ્રેસના કોર્પોરેટર સહેજાદ કાને સુરતને ટાંકીને ભાજપને ‘રેમડેસીવીર ચોર’ કહી તમે તો લોકોને મારવાની સોપારી લીધી છે એમ કહેતા ભાજપના કોર્પોરેટરો ગરમ થઇ ગયા હતા. સાતમાં આસમાને પહોચી ગયેલ ભાજપાએ નગરસેવકને શબ્દો પાછા ખેચવા કહ્યું હતું. આ મુદ્દે ગરમાગરમી વચ્ચે એક કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે અધ્યક્ષની સામે જઈ એજન્ડા સહિતના કાગળ ફાડી મેયર તરફ ફેકતા મેયરે તુરંત બોર્ડ વિખેરી નાખ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here