અધમ : સલાયામાં સગા જેઠે કરી બીભત્સ માંગણી, રૂપેણબંદરે બોટ માલિકે ‘રાજી’ રાખવાના બદલામાં કરી આવી ઓફર

0
938

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સામાજિક અધમતાના ત્રણ બનાવો સામે આવ્યા છે. જેમાં સલાયા ખાતે એક પરિણીતાને તેના જ સગા જેઠે બીભત્સ માંગણી કરી હોવાની અને દ્વારકાના રૂપેણ બંદરે એક પરિણીતાને બોટના માલિકે પતિને નોકરી અને તેણીને ઘરેણા આપવાની લાલચ આપી રાજી રાખવાની વાત કરી સામાંજીક અધમતા દાખવી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.

સલાયા ખાતે રહેતી જીન્નતબેન નામની પરિણીતાએ તેના સાસરિયાઓ સામે સ્ત્રી અત્યાચાર ધારાઓ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ જેઠ સામે બીભત્સ માંગણીનો આરોપ લગાવ્યો છે. જયારે પતિ સહિતના સાસરીયાઓએ માર માર્યો હોવાનો પણ આરોપ લાગાવ્યો છે. તેણીના લગ્નના સાત માસના ગાળા બાદ સાસરિયાઓ પતી નઝીર માંમદભાઈ  સુંભણીયા, સાસુ-હનીફાબેન મામંદ ગની સુંભણીયા તથા જેઠાણી જેનમબેન રઝાક માંમદ સુંભણીયા, રઝાક  માંમદ સુંભણીયા, જેઠ-જાવીદ માંમદ સુંભણીયા નામના સખ્સોએ ત્રાસ ગુજાર્યો હોવાની તેણીએ મહિલા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જેઠ જાવીદ અવાર નવાર અસભ્ય માગણી કરતો હોવાથી તેની તેની પત્ની યાસ્મીનને વાત કરી હતી. યાસ્મીને તેના પતી જાવીદને આવું ન કરવા ઠપકો પણ આપ્યો હતો. આ બાબતને લઈને તેણીની સાથે બોલાચાલી કરી, બીભત્સ વાણી વિંલાસ આચરી, અન્ય સાસરીયાઓએ ઢીકાપટુનો માર મારી ભુંડીગાળો દઈ શારીરિક માનસીક દુ:ખ ત્રાસ આપી મારકુટ કરી હતી. આરોપી જેઠે તેની સાથે શરીર સંબધ બાધવાની માગણી કરી અવાર નવાર આખ વડે ઈશારા કરી  અસભ્ય વર્તન કરી ભુંડા બોલી ઢીકાપાટુનો માર માર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

જયારે અન્ય એક બનાવ દ્વારકા નજીકના રૂપેણ બંદરે બન્યો હતો જેમાં શબનમ જાવીદ હસનભાઇ ચૌહાણ નામની પરિણીતાએ ઇમરાન નુરૂશા રફાઇ રહે. રૂપણ બંદર વાળા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપીએ તેણીના પતિની ગેરહાજરીમા તેના ઘરે જઇ કહેલ કે, ’’ તારા પતિને મારી બોટમા ફીશીંગમા આવવું હોય તો દોઢ લાખ રૂપિયા આપીશ અને તને સોના ચાંદીના દાગીના આપીશ”  જો આમ કરવું હોય તો તેણીએ પોતાને રાજી કરવો પડશે એમ કહી આરોપીએ પોતાનો મુખ્ય ઈરાદો તેની સામે રાખી બિભત્સ માંગણી કરી હતી. આ બનાવ અંગે તેણીએ આરોપી સામે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here