ખંભાળિયા : સાડા પંદર વર્ષની ટીનએજને પ્રેમઝાળમાં ફસાવી, આરોપી ભગાડી ગયો આચર્યું દુષ્કર્મ

0
1361

જામનગર : કુમળી વયે પાંગરતો પ્રેમ માત્ર આકર્ષણ હોય છે એમ ભૂતકાળમાં અનેક બનાવો પરથી સાબિત થયું છે. છતાં પણ અનેક ટીનએજ આવા આકર્ષણને પ્રેમ સમજી બેસે છે અને વાસનાને પૂરી કરવાના ઈરાદાથી જ પ્રેમના ઓઠા તળે કુમળી વયની સગીરાની જિંદગીને ઉગતા જ કરમાવવાનો પ્રયાસ કરતા હોય છે. આવો જ એક બનાવ ખંભાલીયાથી સામે આવ્યો છે. એક પરિવારની સાડા પંદર વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી એક સખ્સે અપહરણ કરી અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ખંભાલીયામાં ચોક્કસ સ્થળે રહેતા એક પરિવારની પંદર વર્ષ સાત માસ વાળીને વીરૂગીરી સંજયગીરી ગોસ્વામી રહે. બરચ્છા પાળો, ખંભાળીયા વાળા સખ્સે લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદાથી તેણીના વાલીપણામાંથી અપહરણ કર્યું હતું અને તેણીને જુદી જુદી જગ્યાએ લઇ જઈ તેની સાથે અવાર નવાર શરીર સંબધ બાધી બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે તેણીના પરિવારે આરોપી સામે ખંભાલીયા પોલીસ દફતરમાં અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here