‘એમએસ ધોની’ અને ‘છીછોરે’ બનેલા એક્ટરે કરી આત્મહત્યા

0
668

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીની બાયોગ્રાફી વાળી ફિલ્મમાં ધોની બનેલા એવા બોલીવુડના એકટર સુશાંતસિંઘ રાજપૂતે પોતાના મુંબઈ ખાતેના નિવાસ્થાને ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. ભારતીય ટેલીવિજનથી કારકિર્દીની શરુઆત કરનાર સુશાંતનો જન્મ ૨૧, જાન્યુઆરી, ૧૯૮૬માં બિહારના પટનામાં થયો હતો. વર્ષ ૨૦૦૮-૦૯થી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એ જ વર્ષે તે કિસ દેસ મેં હે મેરા દિલ નામની સીરીયલથી ટચુકડા પરદે પદાર્પણ કર્યું હતું. રાજપૂતના કેરિયરની સાચી શરૂઆત એકતા કપૂરની પવિત્ર રીસ્તાથી થઇ હતી. ત્યાર બાદ પ્રથમ વખત બોલીવુડમાંથી ફિલ્મની ઓફર મળી અને ‘કાય પો છે’ નામની ફિલ્મથી ટચુકડા પડદેથી મોટા સ્ક્રીન પર કુદકો લગાવ્યો હતો. ત્યારબાદ સુધ્ધ દેશી રોમાન્સ, પીકે, ડીટેકટીવ વ્યોમકેશ બક્ષી, કેદારનાથ તેમજ બ્લોકબસ્ટર સાબિત થયેલ એમએસ ધોની છે. ત્યારબાદ છીછોરેમાં કલાકારીના કામણ પાથર્યા હતા. બોલીવુડમાં નામના પામી ચૂકેલ સુસાંત હજુ કુવારા જ હતા. માત્ર 34 વર્ષની ઉમરે આપઘાત કરનાર અભિનેતાએ કયા કારણસર આપઘાત કરી લીધો છે તેની પુસ્તિ થવા પામી નથી. સુશાંતના આપઘાતને લઈને સમગ્ર હોલીવુડમાં શોકનું મોજું પ્રશરી ગયું છે. તેમના અવસાનથી ઘણાને આંચકો લાગ્યો છે, કારણ કે હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા 4 વ્યક્તિત્વનું છેલ્લાં બે મહિનામાં અવસાન થયું છે જેમાં ઇરફાન ખાન અને ઋષિ કપૂરનું કેન્સરના લીધે અને સાજીદ-વાજિદની જોડીમાંથી વજીદ ખાનનું કોરોના અને હદયરોગ ની બીમારીના લીધે મૃત્યુ થયું છે. ત્યારબાદ આજે સુશાંતસિંહ રાજપુતે મુંબઈના બાંદ્રા સ્થિત પોતના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here