અકસ્માત અપડેટ્સ : માતાપિતાના મોત બાદ વધુ એક માઠા સમાચાર

0
671

જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક ભાણવડ રોડ પર આજે સર્જાયેલ બાઇક અને બોલેરો વચ્ચેના અકસ્માતમાં બાઇક સવાર દંપતિના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા બાદ બંને હતભાગીઓના ઘવાયેલ બાર વર્ષીય માશૂમ પુત્રનું પણ અર્ધ રસ્તે મૃત્યુ નિપજતા પરિવાર પર કાળનો વિકરાળ પંજો પડ્યો છે.

અરેરાટી ભર્યા બનાવની વિગત મુજબ, ખંભાળિયા નજીક ભાણવડ રોડ પર આવેલ માંઝા ગામ નજીક પુર ઝડપે દોડતી બોલરોએ એક મોટર બાઇકને જોરદાર ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો. આ બનાવમાં બાઇક સવાર દંપતીના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા છે. મૃતક કેતન ભાઈ પરમાર અને જ્યોતિ કેતન પરમાર ભાણવડના હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં હતભાગીઓની સાથે રહેલ તેમના બાર વર્ષીય પુત્રને ઇજાઓ પહોંચતા ખંભાળિયા ખસેડાયો હતો. ખંભાળિયા પ્રાથમિક સારવાર આપી બાળકને તુરંત જામનગર રીફર કરવામાં આવ્યો હતો. જો કે જામનગર પહોંચે તે પૂર્વે બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. ટૂંકા ગાળામાં માતા-પિતા અને પુત્ર એમ ત્રણેયના મૃત્યુ નિપજતા પરિવાર સહિત જિલ્લાભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે સ્થળ પર પહોંચી આરોપી બોલેરોના ચાલક સામે ફરિયાદ નોંધી શોધખોળ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here