જામનગર : મારો પુત્ર તારા કાકાની દીકરીને ભગાડી ગયો ત્યારે તું નડેલો, આજે હિસાબ પુરો કરી નાખવો છે કહી પિતા-પુત્રો પર હુમલો

0
733

જામનગર : જામનગરમાં મહાદેવનગર વિસ્તારમાં બે પરિવાર વચ્ચે થયેલ મારામારીમાં બંને પક્ષે પિતા-પુત્રોને ઈજાઓ પહોચી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. બજારમાં સુતેલા અજાણ્યા સખ્સને ઉઠાડવા બાબતે બંને પક્ષે થયેલ બોલાચાલી બાદ હથીયારો ઉડયા હોવાની પોલીસ દફતરે સામ સામે ફરિયાદ નોંધાઈ છે.

જામનગરમાં યાદવનગર શેરી નં.૧,મહાદેવનગર રોડ પર ગઈ કાલે બે પરિવાર વચ્ચે મારામારી થવા પામી હતી, બંને પક્ષે પિતા-પુત્રોને ઈજાઓ પહોચી હતી. આ બનાવ અંગે એક પક્ષના દેવાણંદભાઇ પુંજાભાઇ ગાગીયાએ દેવાણંદભાઇ વારોતરીયા તેના પુત્રો અશ્વીન દેવાણંદભાઇ વારોતરીયા અને પ્રવિણ દેવાણંદભાઇ વારોતરીયા તથા કરણાભાઇ દેવરખીભાઇ વારોતરીયા  સામે આઈપીસી કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી પિતા પુત્રોએ દેવાણંદભાઈ અને તેના પુત્ર રાજુ અને ગોવિંદ પર લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોચાડી હતી. બજારમાં સુતેલા અજાણ્યા માણસને ઉઠાડવા માટે પાણી છાંટતા અને જૂની અદાવતનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મારો પુત્ર તારા કાકાની દીકરીને ભગાડી ગયો ત્યારે તું બહુ નડેલો, આજે હિસાબ પુરો કરી નાખવો છે કહી આ અદાવતને લઈને પિતા પુત્રો પર હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. જયારે આ જ બનાવ અંગે સામે પક્ષે કરણાભાઇ દેવરખીભાઇ વારોતરીયાએ દેવાણંદભાઇ ગાગીયા, રાજુભાઇ દેવાણંદભાઇ ગાગીયા અને ગોવિદભાઇ દેવાણંદભાઇ ગાગીયા સામે આઈપીસી કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં  અજાણ્યો માણસ સુતો હોય તેને ઉઠાડવા તેના પર પાણી છાંટવા બાબતે જેમ-ફાવે તેમ ગાળો બોલી લાકડાના ધોકા વડે માથાના ભાગે તથા  અન્યોને મુંઢ ઇજાઓ કરી એકબીજાની મદદાગારી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પોલીસે સામસામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here