પોલીસકર્મીના બાઇકને લાત મારી પછાડી દીધું, પછી કરાયો જીવલેણ હુમલો

0
1688

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના વરવાળા ખાતે યોજાયેલ ઉર્સ પ્રસંગમાં બંદોબસ્તમાં રહેલ મીઠાપુર પોલીસ દફ્તરના એક કોન્સ્ટેબલ પર સાત શખ્સોએ જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી છે. ઉર્સની ફરજ દરમિયાન વ્યવસ્થા બાબતે એક છોકરા સાથે થયેલ ગરમાગરમી બાદ સાતેય શખ્સોએ કોન્સ્ટેબલની રેકી કરી, ફરજ પુરી કરી પોલીસ સ્ટેશન પરત ફરતા પોલીસ કર્મીને અર્ધ રસ્તે આંતરી લઈ હુમલો કર્યો હોવાની વિગતો પોલીસમાં જાહેર થઈ છે.

મીઠાપુર પોલીસ દફતરમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ હીરાભાઈ મથ્થર નામના 28 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ ગઈ કાલે ત્રણેક વાગ્યે પોતાની વરવાળા ગામે ઉર્સ દરમિયાનની ફરજ પુરી કરી પરત પોલીસ સ્ટેશન આવતા હતા ત્યારે
પોલીસ દફ્તરથી આશરે ૯ કિ.મી. દુર દ્રારકા-ઓખા હાઇવે રોડ પર મોજપ ગામથી ભીમરાણા વચ્ચે એનએસીપીના ગેઇટ પાસે પાછળથી ત્રણ મોટર સાઇકલ લઈ આવેલ પાલાભા માણેક રહે.મેવાસા ગામ તા.દ્રારકા, સાવજાભા સુમણીયા રહે.દ્રારકા તથા તેમની સાથે રહેલ અન્ય અજાણ્યા પાંચ મળી કુલ સાત શખ્સો પૈકીના પાલાભાએ પોલીસ કોન્સ્ટેબલને બાઇકને લાત મારી પછાડી દીધું હતું.

ત્યારબાદ આ સખસે પોતાના હાથમાં પહેરેલ પંચ( બોથડ પદાર્થ) વડે મોઢામાં આડેઘડ ઘા મારી, નાકમાં ફેકચર કરી, મોઢાના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી. આટલું ઓછું હોય તેમ બીજા હાથમાં રહેલ છરીથી પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. આરોપીએ છરી માથામાં મારવા જતાં પોલીસકર્મી જેમતેમ કરી સાઇડમાં થઇ ગયા હત અને બચાવ થયો હતો.
જ્યારે અન્ય આરોપી સાવજભા સુભણીયાએ ધોકા વડે હુમલો કરી પ્રવીણભાઈને ડાબા પગમાં ઇજા કરી તથા અન્ય તમામ આરોપીઓએ ભુંડી ગાળો આપી શરીરે આડેધડ ઢીકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાના ઇરાદે ગંભીર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


તમામ આરોપીઓ હુમલો કરી નાશી ગયા હતા. ત્યારબાદ ઘાયલ પોલીસ કર્મચારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો. સારવાર લઈ પોલીસકર્મીએ તમામ આરોપીઓ સામે જાનથી મારી નાખવાના ઇરાદે જાનથી મારી નાખવાની કોશીશ કરી જીવલેણ હુમલો કરી પોતાની ફરજમાં રૂકાવટ કરી રાજય સેવકને મહાવ્યથા કરવા સબબ ફરિયાદ દાખલ કરાવી હતી.
ઘાયલ પોલીસ કોન્સ્ટેબલ વરવાળા ઉર્ષ મેળા બંદોબસ્તમા પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન સુચારુ વ્યવસ્થા ઉભી કરવા માટે માણસોની લાઇન કરાવતા હતા ત્યાં એક છોકરાને અવ્યવસ્થા ઉભી ન કરવા સમજાવ્યુ હતું. આ બાબતનો ખાર રાખી આરોપીઓએ બંદોબસ્તમાંથી પરત ફરતા પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here