જામજોધપુર: બોર્ડનું પેપર લખતા વિદ્યાર્થીના ખિસ્સામાં મોબાઈલની રીંગ વાગી

0
1596

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ખાતે આવેલ બોર્ડના કેન્દ્રમાં ગઈ કાલે બપોર બાદ ધોરણ ૧૨ના અંગ્રેજી વિષયના પેપર દરમિયાન એક વિદ્યાર્થી પાસેથી મોબાઈલ મળી આવતા કોપી કેસની સાથે પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે. જામજોધપુર પોલીસ મથકે વિદ્યાર્થી સામે જાહેરનામાં ભંગ સબબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જામનગર જીલ્લામાં શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાઈ રહી છે. બે દિવસ પૂર્વે જામનગરમાં એક કોપી કેશ નોંધાયા બાદ ગઈ કાલે જામજોધપુર કેન્દ્ર ખાતેથી વધુ એક ઘટના સામે આવી છે. જેની વિગત મુજબ તાલુકા મથકે સરદાર વલ્લભભાઇ પટેલ હાઇસ્કુલ મા બ્લોક નં.૨૪ માં ગઈ કાલે ધોરણ ૧૨માના વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયનું પેપર આપતા હતા ત્યારે પેપર શરુ થયાના પોણા કલાક બાદ વિદ્યાર્થીઓ પેપર લખવામાં મશગુલ હતા ત્યાં જ પેપર લખતા વિદ્યાર્થી સંદીપભાઇ ગોવીંદભાઇ પીપરોતર ઉ.વ. ૧૮ રહે.જીણાવાળી ગામ તા.જામજોધપુર જી.જામનગર વાળાના પેન્ટના ખિસ્સામાં મોબાઈલની રીંગ વાગી હતી. જેને લઈને સુપરવિજન કરી રહેલ  બીરજુભાઇ કાંતીભાઇ જીવનભાઇ કનેરીયાએ આ વિદ્યાર્થીના ખિસ્સામાંથી મોબાઈલ ફોન કબજે કર્યો હતો.

ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષામા મોબાઇલ સાથે લઈ પરીક્ષા ખંડમા જવુ મનાઇ હોવા છતા અને પોતે જાણતા હોવા છતા પોતાની સાથે વીવો કંપનીનો  વાય-૧૨ મોડેલનો એંડ્રોઇડ મોબાઇલ રાખી પરીક્ષા ખંડમા ચાલુ પરીક્ષાએ પકડાઇ જતા સુપરવાઈજરએ આ ઉમેદવાર સામે જામજોધપુર પોલીસ મથકમાં જાહેરનામા ભંગ સબબ ફરિયાદ દાખલ કરાવી હતી. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here