હાલારમાં પર્યાવરણીય મંજૂરી વગરના છે અધધ ખનિજ લીઝ ધારકો

0
1009

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય ખનીજ અને ગૌણ ખનીજ સંબંધિત લીઝ ધરાવતા આસામીઓ પૈકીના ૨૬૭ લીઝ ધારકો એન્વાયરમેન્ટ કલિયરન્સ ન મેળવ્યું હોવાની વિગતો સરકારે વિધાનસભામાં જાહેર કરી છે. પર્યાવરણીય પ્રમાણપત્ર ન મેળવનાર લીઝ ધારકો સામે તંત્રએ કાર્યવાહી કરી છે તેની પણ વિધાનસભામાં ખાણ ખનીજ મંત્રી દ્વારા છણાવટ કરવામાં આવી હતી. 

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ec એટલે કે એનવાયરમેન્ટ પ્રમાણપત્ર ન ધરાવતા લીજ ધારકો સામે સરકારે કેવી કાર્યવાહી કરી છે તે સંબંધિત જામજોધપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હેમંતભાઈ આહીર દ્વારા વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેને લઇને ખાણ ખનીજ વિભાગના મંત્રી આવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો તારીખ 31 12/2022 ની સ્થિતિએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 247 પ્લીઝ ધારકો એ આ પ્રમાણપત્ર ન મેળવ્યું હોવા ની વિગત જાહેર કરવામાં આવી છે.

જેમાં જામનગર જિલ્લા માં મુખ્ય ખનીજની લીજ ધરાવતા 21 અને ગૌણ ખનીજ ધરાવતા 112 મળી કુલ 133 ધારકોએ પર્યાવરણ સંબંધિત પ્રમાણપત્ર મેળવ્યું નથી. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય ખનીજની લીઝ  ધરાવતા 92 અને ગૌણ ખનીજની લીઝ ધરાવતા 22 મળીને કુલ 124 લીઝ ધારકોએ પ્રમાણપત્ર મેળવ્યું ન હોવાનું વિધાનસભામાં જાહેર થયું છે.પર્યાવરણીય પ્રમાણપત્ર નો મેળવેલ હોય તેવા બીજ ધારકો સામે લગત વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે ઉપરાંત નિયમ અનુસાર કામ બંધ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here