પોલીસ વિભાગનું અપડેટ મહેકમ મંજુર, અધધ નવી જગ્યાઓ ભરાશે

0
1670

જામનગર : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે. જે મુજબ પોલીસ ફોર્સની માંગણી મુજબ વિભાગમાં નવી સાત હજાર ઉપરાંત જગ્યાઓને આખરી મંજુરી આપવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા સરકાર સમક્ષ દસ હજાર ઉપરાંતનું જુદી જુદી કેડરની જગ્યાઓ માટે દરખાસ્ત કરવામાં આવી હતી.

વર્તમાન સમયમાં ધાડ, બેંક લુંટના બનાવો, એનડીપીએસ તથા દારૂ સબંધિત ગુનાઓ અટકાવવાની કામગીરી અને વીવીઆઈપી બંદોબસ્ત સમયે પોલીસ ખાતાના તાબાના દરેક કામીશ્નરેટ, જીલ્લા યુનિટ અને રેલવે પોલીસની કામગીરી વધુ સુલભ બનાવવા પોલીસ દ્વારા નવા મહેકમનો ગ્રાફ તૈયાર કરી રાજ્ય સરકારમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં કુલ ૧૦૫૦૬ નવી જગ્યાઓ મંજુર કરવા દરખાસ્ત કરી હતી. જો કે રાજ્ય સરકારે કરેલ વિચારણાના અંતે દરખાસ્ત પૈકી ૭૬૧૦ જગ્યાઓ મંજુર કરી છે. આ જગ્યો ઉભી કરવા રૂપિયા ૧૫ કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. પોલીસ તંત્રના નવા મહેકમમાં કઈ કઈ નવી જગ્યાઓ ઉમેરાશે તેના પર નજર કરીએ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here