ખંભાળિયા નગ્નકાંડ અપડેટસ : વધુ બે આરોપીઓની ધરપકડ, કોણ છે આ આરોપીઓ ? જાણો

0
1592

જામનગર અપડેટ્સ : ખંભાલીયાના બહુ ચર્ચિત નગ્નકાંડ મામલે આજે વધુ બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન ક્રિકેટના સટ્ટામાં  મોટું નામ ધરાવતા ખંભાલીયાના એક લોહાણા સખ્સ અને અન્ય એક સખ્સને પોલીસે પકડી પાડયા છે. આ બંને સખ્સોને આવતીકાલે કોર્ટમાં રજુ કરવામાં આવશે. વધુ બે આરોપીઓની ધરપકડના પગલે આ પ્રકરણ જીવંત થયું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના બહુ ચર્ચિત નગ્નકાંડ મામલે ખંભાલીયા પોલીસ દફતરના ઇન્ચાર્જ પીઆઈ સહીત નવ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને હજુ વધુ કડાકા ભડાકાના આસાર સર્જાઈ રહ્યા છે. ખંભાલીયા પીઆઈ ગઢવી અને આરોપી નજીકના સબંધી થાય છે. જે દિવસે ઘટના ઘટી તે દિવસે પીઆઈ રજા પર હતા. તેથી તેઓને લીવ રિજર્વમાં મુકાયા છે. પરંતુ રેંજ આઈજી દ્વારા રેગ્યુલર પીઆઈ પર તપાસ બેસાડી દેવામાં આવી છે. જેમાં પીઆઈ અને આરોપીઓ  વચ્ચે કેવી અને કેટલી સાંઠગાંઠ છે ? તેનો ખુલાસો થશે. સુત્રોનું માનવામાં આવે તો પીઆઈ ગઢવી અને આરોપીઓ વચ્ચે ચોક્કસ સમયે વાતચીત થતી જ રહી છે.

જો આ બાબત કદાચ સત્ય હોય તો આગામી દિવસોમાં પીઆઈ સામે પણ કડક કાર્યવાહી થશે જ એ વાત ચોક્કસ છે. બીજી તરફ પાંચેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે પાંચેય આરોપીઓ સામે પાસાની દરખાસ્ત મૂકી હતી. આ દરખાસ્ત પાસ થઇ જતા પાંચેયને વડોદરા અને સુરતની જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

 ચંદુ રુડાચને નગ્ન કરી બજારમાં ફેરવીને પોલીસ દફતરે લઇ જવો એ પ્રિપ્લાન હતો કે કેમ તે બાબતે ખુલાસો થયો નથી પરંતુ સુત્રોનું માનવામાં આવે તો આ બાબતનો પણ તાગ મળી ગયો છે. આ ઉપરાંત રિમાન્ડ દરમિયાન વધુ સખ્સોની સંડોવણી સામે આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. રાજ્યભરમાં ગાજેલા આ પ્રકરણમાં હજુ વધુ કાર્યવાહીની સંભાવનાઓ સેવાઈ રહી છે એમ જામનગર અપડેટ્સ દ્વારા અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો.

ચાર દિવસ પૂર્વે જામનગર અપડેટ્સ દ્વારા વધુ આરોપીઓની સંડોવણી અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો જે સંપૂર્ણ સત્ય સાબિત થયો છે.

આ અહેવાલ આજે સત્ય સાબિત થયો છે. આજે દ્વારકા એલસીબી દ્વારા જીલ્લામાં સટ્ટાકિંગ તરીકે ઓળખાતા વિનોદભાઈ ઉર્ફે વીનુ ડાડા કુરજી ભાઈ વિઠલાણી અને ધાના જોધા ગઢવી નામના બે સખ્સોની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં રહેલ બંનેની ભૂમિકાને લઈને ધરપકડ કરવામાં આવી છે. આ બંને સખ્સોએ યુવાનને નગ્ન કરી ફેરવવાના પ્રકરણના કાવતરામાં સહભાગી બન્યા હોવાનું તપાસકર્તા એલસીબી પીઆઈ જેએમ ચાવડાએ જણાવ્યું છે. અન્ય કઈ કઈ બાબતોમાં મદદગઈ છે તાગ મેળવવા માટે એલસીબીએ બંને સખ્સોને આવતીકાલે કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ તજવીજ કરશે. ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં અન્ય પોલીસ અધિકારીઓની ભૂમિકા અંગે પણ ગુપ્ત તપાસ ચાલી રહી છે. જયારે પીઆઈ સામેની ખાતાકીય તપાસ પૂર્ણ થઇ છે. જેનો રીપોર્ટ આઈજીને કરી દેવામાં આવ્યો છે જેના આધારે આગામી દિવસોમાં કેવી કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here