ફલ્લા ગામે વૃદ્ધને લૂંટી લેનારા ત્રણ શખ્સોને દબોચી લેવાયા

0
408

જામનગર તાલુકાના ફલા ગામે ગત તારીખ 17 ના રોજ મોડી રાત્રે વાડીએ સૂતેલા એક વધુ ઉપર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઢોરમાર મારી દાગીના સહિતની લૂંટ ચલાવી હતી આ લૂંટ બાદ એલસીબી ની જુદી-જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને મધ્યપ્રદેશ પહોંચી પોલીસ દ્વારા ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. જોકે પોલીસ પહોંચે તે પૂર્વે જ આરોપીઓએ લૂંટનો માલ વેચી માર્યો હોવાનું સામે આવ્યું છે.

જામનગર જિલ્લાના ફલ્લા ગામે ગત તારીખ 17 ના રોજ મોડી રાત્રે બે વાગ્યે પોતાની વાડીએ વાડીનું રખોપું કરતા વૃદ્ધ ટીડાભાઈ બાંધવા પર ત્રણ અજાણ્યા શખ્સોએ મોડી રાત્રે હુમલો કર્યો હતો. આ હુમલામાં ભરવાડ વૃધ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. ત્રણેય આરોપીઓ દ્વારા ઢોર મારમારી વૃદ્ધના દાગીના અને રોકડ રકમ સહિતની લૂંટ ચલાવવામાં આવી હતી. પંચકોશી બી ડિવિઝન પોલીસ દફતરમાં રૂપિયા ૬૦ હજારના મુદ્દામાલની લૂંટ થયાની વૃદ્ધના પુત્રએ ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે એલસીબી પોલીસે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી અને જુદી-જુદી ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. ટેકનિકલ સ્ટાફ ની મદદથી એલસીબીની ટીમે આરોપીઓનું લોકેશન મેળવી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા માં પહોંચી ત્રણેય આરોપીઓ નિલેશ ભદનભાઈ વાસકેલા, સનીયા ઉર્ફે સુનિલ ભદનભાઇ વાશકેલા, નાનુભાઇ ભદનભાઈ વાસકેલા,
ને જુદાજુદા ત્રણ સ્થળોએથી પકડી પાડવામાં આવ્યા છે આ ત્રણેય આરોપીને એલસીબીની ટીમે જામનગર લઈ આવી વધુ પુછપરછ હાથ ધરી છે પ્રાથમિક પૂછપરછમાં આ ત્રણેય આરોપીઓ લૂંટ ચલાવી મધ્યપ્રદેશ નાસી ગયા હતા અને જ્યાં એક સખસને તેઓએ દાગીના વેચી દીધા હતા પોલીસે આ તપાસને ભાળ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ત્રણ પૈકીનો એક આરોપી અગાઉ વૃદ્ધને ત્યાં મજૂરી કામ કરતો હોવાનું અને વૃદ્ધ રાત્રે સુવા આવતા હોવાનું જાણતો હતો. જેને લઈને અન્ય બે આરોપીઓની મદદથી લૂંટના આ બનાવને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here