વહીવટી તંત્રથી રહી ગયું આ કામ, તો યુવતીએ બતાવ્યું, આવું છે સૂચન

0
629

જામનગર : જામનગર શહેર સહીત જિલ્લાભરમાં આ વખતે બીજા રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદ પડી જતા છો તરફ હરિયાળી હરિયાળી વ્યાપી ગઈ છે. સચરાચર વરસાદના  પ્રતાપે જીલ્લાના મોટાભાગના જળસંગ્રહ સ્થળો ઓવરફલો થઇ ગયા છે. જેમાં જામનગરની જીવાદોરી સમો રણજીત સાગર, સસોઈ અને ઊંડ એક ડેમ સહિતના ડેમનો સમાવેશ થાય છે.

ડેમ ભરાઈ જતા જામનગર શહેર સહિત ગ્રામ્ય પંથકમાંથી નાગરિકોનો પ્રવાહ હવે ડેમ સાઈટ તરફ ફંટાયો છે. વિક એન્ડ હોય કે રજાનો દિવસ, બસ નાગરિકો ઉમટી પડે છે ડેમનો નજારો જોવા અને નહાવાની મોજ માણવા, આ વખતે મેઘરાજાની અનરાધાર કૃપાના કારણે શહેર નજીકના સાગર અને સસોઈ ડેમ છલકાઈ જતા શની-રવી તો ઠીક બપોર બાદ નાગરિકો ડેમ સાઈટ પર ઉમટી પડતા નજરે પડે છે. ત્યારે દર વર્ષે તકેદારીના ભાગ રૂપે જીલ્લા વહીવટી પ્રસાસન દ્વારા ડેમ સાઈટ પર ન્હાવા સંબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવે છે પરંતુ આ વર્ષે વહીવટી તંત્ર કોવીડ૧૯ સામે બાથભીડી કોરોનાને હરાવવા લડાઈ લડી રહ્યો છે.

આ વખતે વખતસર વરસાદ પડી ગયો છે અને ડેમ પણ ભરાઈ ગયા છે. જેને લઈને જામનગર કલેકટરના ટ્વીટર હેન્ડલર પર દિપ્તીએ લખ્યું છે કે સર, કેટલાક લોકો સસોઈ ડેમ રણજીત સાગર ડેમ ન્હાવા જાય છે, હજારો લોકો, એ લોકો સામે કડક પગલા લો, નહિતર જામનગરમાં સંક્રમણ કોઈ નહી રોકી શકે પ્લીઝ સર પ્લીઝ, દીપ્તિના સૂચનથી યાદ આવ્યું કે દર વર્ષે વહીવતી તંત્ર ડેમ સાઈટ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડે છે. પરંતુ કોરોનાની મહામારીમાં કદાચ જાહેરનામું બહાર નથી પડ્યું, જે હોય તે નાગરિકો જ કહી રહ્યા છે છે કે ડેમ સાઈટ પર ઘસારો છે, ત્યારે ખરેખર હવે જાહેરનામુ બહાર પાડી નાગરિકોના પ્રવાહને ડેમ સાઈટ તરફ જતો રોકવો જરૂરી બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here