જામનગર : જામનગરમાં આજે ચાર માસ બાદ શહેરના હિતમાં સામાન્ય સભા મળી હતી. મહાનગર પાલિકાના જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં જુદા જુદા સાત જ એજન્ડાઓ રાખવામાં આવ્યા હતા ત્યારબાદના પ્રશ્નોતરી કાળમાં વિપક્ષી જૂથ દ્વારા જુદા જુદા મુદ્દે સતાધારી જુથીને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે વિપક્ષે હાલના કોરોના સંક્રમણને લઈને તંદુરસ્ત ચર્ચાઓ કરવાની માંગ કરી હતી પરતું સતાધારી જૂથ દ્વારા કોરોના સબંધિત ચર્ચા કરવા તૈયારી નહી દર્સાવી બોર્ડ મીટીંગ સમેટી લેતા આશ્ચર્ય સર્જાયું હતું, જેને લઈને વિપક્ષના નેતા અલ્તાફ ખફીએ અધ્યક્ષ અને મેયર હસમુખ જેઠવાને આડે હાથ લીધા હતા અને શહેરના પ્રથમ નાગરિક પાંજરાના પોપટ હોવાનો આક્ષેપ કર્યો હતો. વિપક્ષી નેતાએ ઉમેર્યું હતું કે અમારી બબ્બે વખતની માંગણીઓ છતાં અનાદર કરવામાં આવ્યો છે, જે એજન્ડાઓ હતા તે એજન્ડાઓ તો સંકલનમાં જ નક્કી થઇ જાય છે એટલે કે મેયર પાર્ટીના ઇસારે કામ કરે છે, કોરોનાને લઈને કેમ ચર્ચા નથી કરી એવો સવાલ કરી મેયરને પાછલા દરવાજેથી ભાગી ભાગેડુ બની ગયા છે. મેયર ભાજપના પોપટ બની કામ કરે છે એવો આક્ષેપ કર્યો હતો.