કોરોના કહેર વચ્ચે કયો રોગ બન્યો ઘાતક ? અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવી પડી, જાણો હાલની સ્થિતિ

0
421

જામનગર : શહેર સહિત રાજયભરમાં કોરોનાનો બીજો રાઉન્ડ હજુ યથાવત છે. ત્યાં મ્યુકરમાઈકોસિસ રોગનો પ્રસરાવ વધતા આરોગ્ય તંત્ર સામે વધુ એક વિટંબણા આવી છે. જામનગરમાં દિવસ દરમિયાન ૭૦૦ ઉપરાંત દર્દીઓ નોંધાઈ રહ્યા છે ત્યારે આ નવી બીમારી સતત આગળ વધતા નવી ચિંતા પ્રસરી છે.

જેને લઈએ જામનગરની જીજી હોસ્પીટલમાં ૪૫ બેડની મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે વોર્ડ શરુ કર્યો છે. હાલ અહી 10 જામનગર જીલ્લાના અને 1 પોરબંદરના દર્દી સારવાર લઇ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં  જામનગરમાં મ્યુકરમાઈકોસિસના 20 જેટલા દર્દીઓ નોધાયા છે. કોરોના થયા બાદ શરીરની રોગપ્રતિકારક શકિત ઓછી હોવાથી આ રોગ થવાની શકયાતા રહેતી હોવાનો તબીબોએ મત વય્ક્ત કયો  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here