સેવાકાર્ય : અબુધાબી સ્વામીનારાયણ મંદિર દ્વારા જામનગરને મોકલાયું ઓક્સીજન કન્ટેનર

0
385

જામનગર : જામનગરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. તમામ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે ઓક્સીજનની કમી વર્તાઈ રહી છે. આવા સમયે જામનગરની સ્વામી નારાયણ સંસ્થા સેવા કાર્યમાં જોડાઈ છે.

શહેરની કોવીડ હોસ્પિટલમાં ઓક્સીજનનું પ્રમાણ યથાવત રહે તે માટે આ ધાર્મિક સંસ્થા દ્વારા ઓક્સીજન સપ્લાય શરુ કરવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા અબુધાબી સ્વમીનારાયા મંદિર દ્વારા મોકલવામાં આવેલ ઓક્સીજન કન્ટેનર સમુદ્ર માર્ગે કચ્છથી જામનગર પહોચ્યું હતું. જામનગરમાં સંસ્થા સાધુ-સંતોએ ઓક્સીજન ટેન્કરનું ધાર્મિક વિધિ દ્વવારા સ્વાગત કર્યું હતું. જામનગરની બાપ્સ સંસ્થા દ્વારા દર સપ્તાહે બે ટેન્કર સપ્લાય કરવામાં આવશે. જેથી હવે આગામી સમયમાં કોવીડ હોસ્પિટલમાં ઓક્સીજનની અછત નહિ વર્તાય અને દર્દીઓને નિયમિત ઓક્સીજન મળી રહેશે. જામનગરની બાપ્સ સંસ્થાની આ સેવાકીય પ્રવૃત્તિને જનપ્રતિનિધિઓએ બિરદાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here