વાવાઝોડામાં ક્યાં કેટલું નુકસાન ? ખાતરના ભાવ વધારામાં સરકારે 25 હજાર કરોડનું ભારણ કેમ પડશે ? શુ કહે છે કૃષિ મંત્રી

0
400

જામનગર અપડેટ્સ : રાજ્યમાં વાવાઝોડાએ વ્યાપક વિનાશ વેર્યો છે એમ જણાવી કૃષિ મંત્રી આરસી ફ્ળદુએ આજે જામનગર ખાતે સ્વીકારી નુકશાની અને કેશ ડોલ્સ ચુકવણી શરૂ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું છે. સૌરાષ્ટ્રના છ જીલ્લાઓ અને મધ્ય-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થયેલ નુકશાની અંગે 237 ટિમ કામે લગાવાઈ છે. આ ઉપરાંત ખાતરના ભાવ વધારા બાદ વધેલા વિરોધના પગલે સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લઈ ખેડૂતોને પ્રતિ બેગ રૂપિયા સાતસોની સબસીડી ચૂકવવાની જાહેરાત કરી છે.

રાસાયણિક ખાતરના ભાવ વધારાને લઈને આખરે રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે.ચો તરફથી ઉઠેલા વિરોધ બાદ આજે કૃષિ મંત્રીએ ખાતરની ભાવ વધારો કંપનીઓ માટે જરૂરી બન્યો હોવાનો દાવો કરી કંપનીઓના નિર્ણયને યોગ્ય ગણાવ્યો, આંતરરાષ્ટ્રીય સ્તરે રો મટીરીયલ્સમાં થએલ ભાવ વધારાને કારણે કંપનીઓને લાગત વધી ગઈ છે.જેને લઈને કંપનીએ ઉત્પાદન બંધ કરતા સરકારે મધ્યસ્થી કરી કંપનીઓ સાથે બેઠક કરી હતી.જેમાં કંપનીઓની વધારાની લાગત સરકારે ઉઠાવી લઇ ખેડૂતોને પ્રતિ બેગ રૂપિયા 700ની સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને ખેડૂતોને જુના જ ભાવે ખાતર મળશે અને કંપનીઓને પણ નુકશાની નહિ જાય. જો કે સબસીડીના નિર્ણય લઈને સરકારને 25 હજાર કરોડનું ભારણ વધશે એમ જામનગર ખાતે પત્રકારો સાથેની વાતમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું.

તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્રના છ અને દક્ષિણ-મધ્ય ગુજરાતમાં પણ વાવાજોડાએ વ્યાપક તારાજી સર્જી છે. કુદરતી આપતિના કપરા સમયમાં રાજ્ય સરકાર દ્વારા નુકસાની સર્વે હાથ ધરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં 237 ટિમ અને 430 ગ્રામ સેવકોને કામગીરી સોંપવામાં આવી છે. સરકારે સ્વીકાર્યું છે કે ભારે નુકસાની પહોંચી છે.એક પણ અસરગ્રસ્ત સર્વે-સહાયથી વંચિત ન રહી જાય જેને લઈને સરકારે ટીમને તાકીદ કરવામાં આવી હોવાનું કૃષિ મંત્રી આરસી ફળદુએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here