whatsAspp : હવે તમે જ નક્કી કરી લેશો કે આ સમાચાર સાચા છે કે ખોટા, ઉમેરાશે આવું ફીચર

0
776

જામનગર : વર્તમાન સમયમાં મોબાઈલ માનવ શરીરની ગરજ સારે છે અને એમાય વોટ્સએપ એપ એ  મોબાઈલરૂપી માનવ શરીરનું હૃદય બની ગઈ છે. હાલ મોટાભાગના મોબાઈલ યુજર્સ વોટ્સએપ એપ વાપરતા જ હોય છે. ત્યારે આ એપ પણ સમયાંતરે નવા નવા ફીચરનો ઉમેરો કરતુ રહેતું હોય છે. આ વક્તે પણ નવું ફીચર ઉમેરાયું છે એપમાં, આવો જાણીએ વિસ્તારથી

હાલ વોટ્સએપમાં ફોર્વર્ડેડ મેસેજનો વધુ પ્રમાણમાં ઉપયોગ થતો આવ્યો છે. આ ફોરવર્ડ થયેલ મેસેજમાં સત્યતાનું પ્રમાણ કેટલું છે ? એ કહેવું મુસ્કેલ બની જાય છે ત્યારે આવા ફોર્વર્ડેડ થયેલ મેસેજની ખરાઈ કરવામાંટે વોટ્સએપમાં નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. ફોરવર્ડ થયેલ મેસેજની સત્યતા જાણવા માટે એપમાં સર્ચ ધ વેબ ફીચરનો  ઉમેરો થયો છે. જેમાં ઉપભોગતાએ જામી બાજુ આપેલ મેગ્નીફાય ગ્લાસ આઇકોન પર ટેપ કરવાનું રહેશે. ટેપ કર્યા બાદ સર્ચ વેબ પર ક્લિક કરવાથી મોબાઈલ બ્રાઉજરમાં મેસેજ રીલેટેડ અનેક લીંક ઓપન થશે, જેના આધારે ઉપભોગતા જે તે મેસેજની સત્યતા અંગે ખરાઈ કરી શકશે. આ ફીચર થકી અફવા અને ખોટા સમાચાર પર રોક લાગી જશે, આ સુવિધા એન્ડ્રોઈડ અને આઈઓએસ એમ બંને યુજર્સ માટે આપવામાં આવી છે. જો કે હાલ આ ફીચર માત્ર ઇટલી, બ્રાઝીલ, સ્પેન અને ઇંગ્લેન્ડ સહિતના દેશોમાં જ લોન્ચ કર્યું છે. આગામી સમયમાં એશિયન દેશોમાં પણ આ ફીચરની અમલવારી કરાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here