કેવું રહેશે વર્ષ ? મેષ રાશી પર છે શનિદેવનો હાથ, ધંધામાં ઉન્નતી સાથે સાથે બાધાઓ પણ…

0
835

આમ તો જીવનનો નિયમ કર્મના સિધ્ધાંત પર ટકેલો છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર પણ માનવ જીવનમાં એટલું જ વિદ્યમાન થયું છે. ત્યારે અહી રજુ છે આવતા વર્ષનું તમામ જાતકોની રાશી ફળ અહી બબ્બે તબ્બકે રજુ કરવામાં આવશે, અહી દરરોજ  એક રાશી  ફળ રાખવામ આવશે, આજે મેષ રાશીના જાતકોનું આગામી વર્ષ કેવું રહેશે તેનાં પર નજર કરીએ.

શની રહેશે સાનુકુળ

શની ગ્રહ મેષ રાશિથી દસમા કર્મ સ્થાનેથી પસાર થાય છે. આખા વર્ષમાં શનિની સ્વરાશિ મકરમાં જ રહેશે, જેથી સમાજમાં સારૂ માન અન મોભો પ્રાપ્ત થવાના સંકેત દર્શાવે છે. જયારે નોકરીને લગતી મુસીબત પણ દુર થવાની પૂરી સંભાવનાઓ છે. શનીની કૃપા બે સુમાર રહેશ અને વર્ષમાં નવા વાહન ખરીદી થઇ શકે.

ગુરુ ગ્રહનું ફળ કેવું છે આ વર્ષે ??

મેષ રાશીના જાતકોમાટે ગુરુ ગ્રહની વાત કરીએ તો વિક્રમ સંવત ૨૦૭૭ના આ વર્ષ દરમ્યાન ગુરુ ગ્રહનું ભ્રમણ પોતાની રાશિથી દસમા સ્થાને ભ્રમણ કરશે.જેની સાનુકુળ અશરના ભાગ રૂપે ગુંચવાયેલ સમસ્યાઓ ઉકેલાઈ જશે. પરિવારના ભાઈ-બહેનો સાથેનો સંબંધ સુમેળ ભર્યો રહેશે. આગામી તા. ૬/૪/૨૦૨૧થી ગુરુ લાભ સ્થાનમાં પસાર થશે, આ યુતિ સારા કામમાં વધારો કરાવે. ચાલુ વર્ષે પૈતુક સંપતી અને ભાગીદારોથી લાભ થાય તેવા સંજોગો નિર્માણ પામશે. જયારે ૨૦/૧૧/૨૦૨૧થી ગુરુ કુંભ રાશિમાં ભ્રમણ કરશે, જે લાભનો સંકેત સૂચવે છે.

રાહુ રોનક સાથે થોડી પ્રતિકુળતા લાવશે…

રાહુ ગ્રહના ફળની વાત કરીએ તો મેષ રાશિથી બીજા ભાવે વૃષભ રાશિમાં રહેલ રાહુ તથા આઠમા ભાવે વૃશ્ચિક રાશિમાં રહેલ કેતુ તમારા માટે અનેક પ્રકારના ફાયદા અપાવશે. તમારી આવકમાં પણ રાહુ મદદ કરી શકે છે. તમારા જીવનમાં કેટલીક  પ્રતિકુળ અસર પણ પડી શકે છે. એટલે કે સફળતા મળતા આકાશમાં ન ઉડતા પગ ધરતી પર જ રાખવા !!!

માનશીક સ્થિતિ આવી રહેશે…

મનુષ્યની તમામ સ્થિતિનો આધાર માનસિક સ્થિતિ પર નિર્ભર છે ત્યારે મેશ રાશિના જાતકોની વાર્ષિક માનસિક સ્થિતિ કેવી રહેશે ? સારી પરિસ્થતિનું નિર્માણ થતા ચિંતા દુર થાય, મન આનંદમય રહે, કોઈ પણ કામ કરવામાં લાભ થવાથી મન પ્રફૂલ્લિત રહે, તમારી માનસિક સ્થિતિ પર વીતેલા વર્ષની સ્થતિની  કોઈ પ્રતિકુળ અશર નહી થાય.

આર્થિક સ્થિતિનો આધાર છે ખુદ જાતક…

મનુષ્યના જીવનમાં સારી તંદુરસ્તીની સાથે નાણાકીય સ્થિતિનું પણ એટલું જ મહત્વ રહ્યું છે ત્યારે મેશ રાશીના જાતકો માટે આગામી વર્ષની આર્થિક સ્થિતિ કેવી રહેશે ? આ વર્ષે ખુબ સારા સંયોગો રચાય તેવા આસાર છે. જેમ જેમ વર્ષ વીતતું જશે તેમ તેમ નાણાકીય સ્થિતિ સારી થતી જશે. જો કે અમુક સમયે આર્થક ખેચ પણ અનુભવાશે પરંતુ એકદરે વર્ષ દરમિયાન આર્થિક સ્થિતિ  ગત વર્ષના પ્રમાણમાં ઘણી  સારી રહેશે. ભાગ્ય પણ આર્થિક સ્થિતિને પ્રબળ બનાવવા મદદ કરશે. બચત પણ કરી શકાશે.

લગ્ન જીવન કેવું રહેશે ?

સમગ્ર વર્ષ દરમિયાન તમારૂ સાંસારિક જીવન ખુબજ આનંદમય રહેશે. જો તમારી જન્મકુંડળીમાં રાહુની સ્થિતિ સારી નથી તો તમારી કીર્તિમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. વર્ષના મધ્યાહને થોડો ખટરાગ પણ નિર્માણ પામે પણ સમાધાન પણ શોધી  શકાય એવી સ્થિતિ નિર્માણ પામશે. વર્ષ દરમિયાન લગ્નગાળો સારો રહે, જેના લગ્ન થવાની તૈયારી છે તેમાં વિલંબ પણ આવી શકે.

પ્રવાસ અને આરોગ્ય કેવું રહેશે ?

સમગ્ર વર્ષ દરમ્યાન તમારું આરોગ્ય એકંદરે સારું રહેશે.જો કે રાહુનું ભ્રમણ તમને સાંધામાં દુખાવો આપે અને અન્ય નાની નાની આરોગ્યની બાબતે નિર્ણયો  લેવામાં બાધા રૂપ પણ બને, હાડકા તેમજ કમરની બીમારી સામે સાવધાની રાખવી, દવાની વિપરીત અસર ન થાય એ પણ જોવું, આ વર્ષે પ્રવાસના મહત્વના યોગ નિર્માણ પામે, વર્ષના મધ્ય ભાગમાં નાના પ્રવાસ થશે. જેનાથી મન પ્રફૂલ્લી રહેશે. જો કે મોટા પ્રવાસના યોગ ઓછા છે.

અભ્યાસ અને સંતાન અંગેનું વાર્ષિક ફળ આવું છે….

વર્ષની શરૂઆતમાં સંતાન સુખ માટેના યોગ છે. એટેલે કે માતા-પિતા બનવાની  ઈચ્છા પૂર્ણ થાય, બાળકોની ચિંતા સતત સતાવે, બાળકોના અભ્યાસ અંગે પણ સામાન્ય ચિંતા રહે, સંતાનોની ધીમે ધીમે સફળતા તરફથી દિશાથી વર્ષાન્તે ગર્વની લાગણી થાય, જયારે વિદ્યાર્થીઓ માટે વર્ષ થોડું ચિંતાગ્રસ્ત બની રહેશે પરંતું આત્મ વિશ્વાસ જાળવી સકાય તો બધું  સમું સુતરું પાર ઉતરી જશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીની  પ્રગતિમાં વધારો  થવાના યોગ છે.

ખેતી, નોકરી ધંધો અને મેશ રાશી

આ વર્ષે નોકરીમાં વધુ પ્રગતી થાય સાથે સાથે જવાબદારી પણ વધતી જણાશે, મહેનત થકી નોકરી સંસ્થાન વધુ મજબુત બને. પ્રાઇવેટ નોકરી ધારકોને બોસીઝ્મનો સામનો કરવો પડે. વર્ષ દરમ્યાન શનિની અસરના કારણે ધીમી ગતિએ ધંધો કરી શકો. જે વ્યક્તિઓ જમીન મકાનના ધંધા  સાથે સંકળાયેલ છે તેને લાભ થશે.ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિઓને એકંદરે સારું પરિણામ મળશે.

કેવું છે રાશી ફળ મહિલા વર્ગ માટે…
તમારા માટે સારી બાબતે એ છે કે વર્ષના પ્રારંભમાં એપ્રિલ માસ સુધી ગુરુ અને શનિ દસમા સ્થાને ભેગા રહેશે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વ્યવસાયિક દૃષ્ટિકોણમાં પણ પ્રગતી થતી જણાશે. સ્વભાવમાં આકસ્મિક બદલાવ આવતો જણાય. તમારા કારણે કુટુંબમાં થોડીક મુશ્કેલી સર્જાય. આ વર્ષે આર્થિક સ્થિતિ સારી રહે. ગૃહીણીઓ માટે આ વર્ષ સારું રહેશે. સંતાન સુખનું સ્વપ્ન આ વર્ષે પૂરું કરી શકો.

વિકટ સ્થિતિ કેવી રહેશે ? આવી છે સ્થિતિ

વર્ષની શરૂઆતમાં જ તમારી રાશિમાં ચોથે, આઠમે કે બારમે રાહુ, ગુરુ કે શનિ નથી, જે રાહતના સંકેત છે. તમારી રાશિનો મંગળ વર્ષના પ્રારંભે બારમે હોવાથી થોડી ચિંતા કરાવે, પરંતુ વર્ષ દરમ્યાન તમારા દુશ્મનો તમારી સાથે વેરભાવ ત્યજે અને કોર્ટ-કચેરીની પળોજણ પણ ઓછી રહે, જૂના કેસનું સુખદ સમાધાન પણ થઇ શકે

સંપતી, જમીન-મકાનની આવી રહેશે સ્થિતિ……

આ વર્ષે નવું મકાન-જમીન કે પ્લોટ ખરીદીના સંકેતો જોવા મળે છે. જૂની સંપત્તિમાં ફેરફાર થઇ શકે જૂની જગ્યાનું સમારકામ પણ લાભદાયી નીવડે. વડીલોના નામે સંપતી લેવાથી વધારે ફાયદાકારક બની રહે, સ્થાવર જંગમ મિલકત સબંધે આ વર્ષ સારું રહેશે  અને સફળતા મળશે

સમસ્યા સામે સમાધાન પણ છે આવું..

સમસ્યાઓના નિરાકરણ માટે મેષ રાશિના જાતકો માટે હળદર અકશિર ઈલાજ બની શકે. તમારી સમસ્યાના નિવારણ માટે, વેપારમાં પ્રગતિ કરવા માટે હળદર સાથે જોડાયેલો ઉપાય કરવો. વર્ષની પહેલી પૂનમના દિવસે હળદરની એક ગાંઠને લાલ કપડામાં બાંધી, મંદિરમાં રાખો અને ત્યારબાદ એ ગાંઠ મંદિરમાંથી લઈ કોઈ ન જોઈ શકે એવી જગ્યાએ વેપારધંધાના સ્થળે રાખવી આ ગાંઠમાં દર પૂનમે નવી હળદરની ગાંઠ ઉમેરવી અને 12 ગાંઠ થાય ત્યારે વહેતા પાણીમાં પધરાવી દેવાથી ઉન્નતી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here