જામનગરના બંને મંત્રીની કસોટી, પક્ષે કહ્યું આ સીટ જીતાડવાની જવાબદારી તમારી

0
779

જામનગર : આજે સોમવારે ગાંધીનગરમાં કમલમ્’ ખાતે પ્રદેશ ભાજપ કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં આગામી સમયમાં યોજાનાર આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી મામલે ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તમામ બેઠકો કબજે કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી અને આઠેય સીટ જીતાડી લાવવા જામનગરના બંને મંત્રીઓ સહિતનોની ટીમ બનાવવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના નેતાઓની હાજરીમા યોજાયેલ મીટીંગમાં વિધાનસભાની પેટાચૂંટણી તથા પંચાયતી રાજની ચૂંટણીઓ અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ માટે આઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે સરકારમાંથી એક મંત્રી અને સંગઠનમાંથી એક હોદ્દેદાર એમ એક બેઠક દીઠ બે ઇન્ચાર્જની નિમણુંક કરવામાં આવી હતી.જેમાં, ડાંગ બેઠક માટે ગણપત વસાવા અને પુર્ણેશ મોદી, કરજણ બેઠક પર પ્રદીપસિંહ જાડેજા અને શબ્દશરણ ભટ્ટ, ધારી બેઠક ઉપર જામનગરના ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અને ધનસુખ ભંડેરી, અબડાસા બેઠક પર ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કે.સી પટેલ, લીંબડી બેઠક ઉપર આર સી ફળદુ (જામનગર) અને નીતિન ભારદ્વાજ, કપરાડા બેઠક પર ઈશ્વરસિંહ પટેલ અને ભરતસિંહ પરમાર, ગઢડા બેઠક ઉપર કુંવરજી બાવળીયા અને ગોરધન ઝડફિયા મોરબી બેઠક ઉપર સૌરભ પટેલ અને આઈ.કે જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ હોદ્દેદારો અગામી વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં લઈને વ્યવસ્થા અને પૂર્વ તૈયારી કરશે. તાજેતરમાં કોંગ્રેસમાંથી આઠ ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધા હતા જેથી એ બેઠકો ખાલી પડેલી છે. આ ખાલી બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. તેને લઈને ભાજપે તૈયારીના ભાગરૂપે આ હોદ્દેદારોની નિમણૂંક કરી આઠેય બેઠકો જીતાડવાની જવાબદારી ટીમને સોંપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here