અનલોક ૧.૦ : કેવા છે રંગરૂપ ? આ રહ્યું સંપૂર્ણ ચિત્ર

0
733

જામનગર : કોરોના સંક્રમણ ખાળવા માટે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ લોકડાઉનના ચાર તબક્કા પૂર્ણ થયા છે. આવતી કાલથી અનલોક ૧.૦નો તબક્કો શરુ થાય છે. ત્યારે સ્વાભાવિક છે તમામ નાગરિકોના માનસપતલમાં એક જ વિચાર આવતો હશે, સરકાર દ્વારા કેવી છૂટછાટ આપવામાં આવશે, આખરે આ ઇન્તેજારીનો અંત આવ્યો છે. જામનગર કલેકટર દ્વારા અનલોક એકનું ચિત્ર સ્પષ્ટ કરતુ જાહેરનામું રજુ કર્યું છે. જેમાં પ્રતિબંધ અને છૂટછાટ તેમજ પ્રતિબંધ આ મુજબ રહેશે.

નીચે જણાવેલ પ્રવૃતિઓ સમગ્ર જામનગર જિલ્લામાં પ્રતિબંધિત રહેશે.

૧) તમામ સરકારી કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજ, શાળા, ટયુશન કલાસીસ, રીસર્ચ, તાલિમ અને કોચિંગ વિગેરે સંસ્થાઓ બંધ રહેશે (વહિવટી કાર્યાલય ચાલુ રાખી શકાશે. ઓનલાઈન તેમજ ડિસ્ટસ લર્નીંગ ચાલુ રહી શકશે અને તેને પ્રોત્સાહન આપવાનું રહેશે.

2) તમામ જીમખાના બંધ રાખવાના રહેશે.

3) સિંગલ સ્ક્રીન અને મલ્ટીસ્ક્રીન અને મોલ્સ બંધ રાખવાના રહેશે,

4) તમામ સામાજીક/ રાજકીય/ રમત-ગમતા મનોરંજન, શૈક્ષણિક/ સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, થિયેટર પ્રોગ્રામ કે અન્ય મેળાવડાઓ/ સંમેલનો તેમજ આ પ્રકારના તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા રોય તેવા સ્થળો પર પ્રતિબંધ રહેશે.) બિન આવયક પ્રવૃતિઓ માટે સાંજના ૨૧.૦૦ કલાકથી સવારના ૦૫.૦૦ વાગ્યા સુધી વ્યક્તિઓની અવર-જવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ (રાત્રી કફયુ) રહેશે તેમજ તેનું કડકપણે પાલન કરવાનું રહેશે.

6) જાહેર બગીચા, પ્રાણી સંગ્રહાલયઝ), વોટર પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, આકર્થોલોજીકલ સાઈટ્સ, બીચ, સ્વિમીંગ પુલ (સ્નાનાગાર) તેમજ અન્ય પ્રવાસી સ્થળો ઉપર પ્રતિબંધ રહેશે.

» ૬૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ, ગભીર બીમારી હોય તેવી વ્યક્તિઓ, સગર્ભા મહીલા ઓ તેમજ ૧૦ વર્ષથી નીચેના બાળકોએ આવથક જરૂરીયાતો તેમજ આરોગ્ય હેતુથી બહાર નીકળવું અત્યંત જરૂરી હોય તે સિવાય ઘરે જ રહેવાનું રહેશે.

 કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં નીચે મુજબની પ્રવૃતિઓ નિર્ધારીત નિયંત્રણો સાથે કરી શકાશે.

1] તમામ હોટલ તથા કલ્મ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (SOP) મુજબ તા .૦૮/ ૬/ ૨૦૨૦ થી શરૂ કરી શકાશે,

2) જિલ્લામાં આવેલ તમામ રેસ્ટોરંટ, હોટલમાં આવેલ રેસ્ટૉરન્ટ તેમજ ભૌજનાલયમાં સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (UP) મુજબ સામાજીક અંતર જાળવવાની શરતે તા ૦૮/૬/૨૦૨૦ થી શરૂ કરી શકાશે. સંચાલકોએ કોરોના વાયરસ (Covin-19 ને ફેલાતો અટકાવવા માટે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ સેનીટાઈઝેશન તેમજ સાફ સફાઈની જરૂરી વ્યવસ્થા કરી પુરતી તકેદારી રાખવાની રહેશે.

3) તમામ મોલ તેમજ મોલ્સમાં આવેલ દુકાનો સામાજીક અંતર જાળવવાની શરતે તા .૦૮/૬/૨૦૨૦ થી શરૂ કરી શકાશે.

4) તમામ છૂટક દુકાનો (Rental snaps) શરૂ કરી શકાશે.

5) તમામ પ્રકારના ઉદ્યોગો તથા કારખાના ૧00 % કેપેસીટી સાથે સામાજીક અંતર જાળવવાની શરતે ચાલુ રાખી શકાશે.

6) તમામ ધાર્મિક સ્થળે સામાજીક ખેતર જાળવવાની શરતે તા .૦૮/ ૦૬/ ૦૭ થી ખુલ્લા રાખી શકાશે. પરંતુ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (MP) મુજબ મોટી સંખ્યામાં લોકો એકઠા થાય તે પ્રકારના કોઈપણ પ્રકારના કાર્યક્રમો ઉપર પ્રતિબંધ રહેશે.

7) રમત-ગમત સંકુલ તેમજ સ્ટેડિયમ પ્રેક્ષકો વિના ખુલ્લા રાખી શકાશે તેમજ પ્રસારણ ઉપર કોઈ પ્રતિબંધ રહેશે નહીં,

8) શહેરી વિસ્તારમાં સ્થાનિક સત્તા મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ સ્થળોએ ફેરીયાઓ (street vendors) તા .૦૮/ ૦૬/ ૨૦૨૦ થી વેયાણ કરી શકશે. સ્થાનિક સત્તા મંડળઓએ કેરીય/ સાપ્તાહિક બજાર માટે સ્થળો નિશ્ચિત કરવાના રહેશે તેમજ વિસ્તૃત સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (SOP) તૈયાર કરવાના રહેશે. કેન્દ્ર સરકાર/ ગુજરાત સરકારની માર્ગદક્ષિકાનું ચુસ્તપણે પાલન થાય તે અંગેનું નિયંત્રણ રાખવાનું રહેશે.

9) ચા, કોફી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે.

10] કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં પાનની દુકાન ચાલુ રાખી શકાશે પરંતુ સોશિયલ ડિસ્ટન્સીગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ માત્ર Take away ની મંજુરી રહેશે.

11) દારૂની દુકાન ફકત પરમીટ ધારકો માટે ખુલ્લી રાખી શકશે

12) વાણંદની દુકાનો, હૈર કટીંગ સલુન, બ્યુટી પાર્લર સામાજીક અંતરનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે.

13) ૬૦ % કેપેસીટી સાથે લાયબ્રેરી શરૂ કરી શકાશે.

14) ગુજરાત રાજય પરીવહનની બસો રાજય સરકારની સુચના અનુસાર કાર્યરત રહેશે.

15) કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં 60 % કેપેસીટી સાથે સીટી બસ સર્વિસ શરૂ થઈ શકશે.

16) કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ૬૦ % બેઠક વ્યવસ્થા સાથે ખાનગી બસ સર્વિસ શરૂ થઈ શકશે, પરંતુ બસની અંદર કોઈપણ વ્યક્તિને ઉભા રાખી શકશે નહીં,

17) ઓટો રીક્ષા એક ડ્રાઈવર તથા ૨ (બે) મુસાફર સાથે પરીવહન કરી શકશે.

18) કેન્સ, ટેકસીસ, કેબ એગ્રીગેટર્સ તેમજ ખાનગી કાર એક ડ્રાઈવર તથા ૨ (બે) મુસાફર સાથે પરીવહન કરી શકશે બેઠક ક્ષમતા ૬ (છ) કે તેથી વધુ હોય તેવા વાહનમાં એક ડ્રાઈવર તથા ૩ (ત્રણ) મુસાફર સાથે પરીવહન કરી શકશે.

19 ટુ-વ્હીલરમાં ૧ + ૧ વ્યક્તિ અવર-જવર કરી શકશે.

20) પ્રાઈવેટ ઓફીસમાં સામાજીક અંતર જાળવવાની શરતે કાર્યરત થઈ શકશે. તેમજ શકય હોય ત્યાં સુધી ઘરેથી કામ કરવાની પ્રથાને પ્રોત્સાહન આપવાનું રહેશે.

21) બેંક તેમજ સરકારી કચેરીઓ કાર્યરત રહેશે.

22) તમામ પ્રકારની રીપેરીંગની દુકાનો, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનો કન્ટેનમેંટ ઝોનની સિવાયના વિસ્તારમાં ચાલુ રાખી શકાશે.

[3] ભરેલ માલવાહક અને ખાલી માલવાહક વાહનો રાજય અને આંતર રાજયમાં પરીવહન કરી શકશે.

[૪] જાહેર સ્થળો, કામના સ્થળો ઉપર લોક માસ પહેરવા/ ચહેરો હાકવાનો રહેશે. તેમજ જાહેર જગ્યા પર થુકવાનું રહેશે નહી જેના ભંગ બદલ ૨૨૦૦ નો દંડ જે તે સ્થાનિક સત્તા મંડળના અધિકારીએ વસુલવાનો રહેશો આ ઉપરાંત જે તે તાલુકાના ઈન્સીડન્ટ કમાન્ડરથી દડ વસુલવા માટે જરૂર જણાયે વધારાના અધિકારીઓને અધિકૃત કરી શકશે.

[૫] જિલ્લામાં આવેલ મેડીકલ સ્ટોર્મ/ ફાર્મસીને આ જાહેરનામાંમાં દર્શાવેલ સમયમર્યાદા લાગુ પડશે નહીં.

આ બાબતો છે અપવાદ રૂપ

1) આ જાહેરનામું સરકારી ફરજ ઉપરના કર્મચારી અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી તેમજ આરોગ્યલક્ષી સેવા સાથે સંકળાયેલ જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને લાગુ પડશો નહીં.

2) આ ઉપરાંત ભારત સરકારે જાહેર કરેલ આવશ્યક સેવાઓ. 3) ભારત સરકાર, રાજય સરકાર દ્વારા કે જિલ્લા વહીવટી તંત્રથી મુક્તિ આપેલ હોય કે હવે પછી મુક્તિ આપવામાં આવે તે તમામ સેવાઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here