જામનગરમાં બેકાબુ બનતો કોરોના, બાર કલાકમાં નવ કેસ નોંધાયા

0
760

જામનગર : જામનગરમાં દિવસેને દિવસે કોરોનાના દર્દીઓમાં તીવ્ર ગતિથી વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા પખાવાડીમાં તો રીતસરનો વિસ્ફોટ થઇ રહ્યો હોય એવી સ્થિતિ નિર્માણ પામી છે. જેમાં મોટાભાગના દર્દીઓ  જામનગર શહેરના જ છે. હજુ પણ જામનગર શહેરમાંથી વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે. હવે લોકલ સંક્રમણનો કાળ શરુ થઇ જતા શહેરમાં ભય ફેલાયો છે. આ ભય વચ્ચે છેલ્લા બાર કલાકમાં વધુ નવ દર્દીઓ સામે આવતા ભય પ્રબળ બન્યો છે, ગઈ કાલે રાત્રે એક તેમજ આજે સવારે આઠ દર્દીઓ નોંધાયા છે જેમાં જામનગરના જ ૫૫ વર્ષીય સ્ત્રી, કાલાવડ નાકા બાલનાથ સોસાયટી, ૩૭ વર્ષીય પુરુષ, કાલાવડ નાકા બાલનાથ સોસાયટી, ૩૫ વર્ષીય પુરુષ કાલાવડ નાકા બાલનાથ સોસાયટી અને (૪) ૬૫ વર્ષીય પુરુષ મોટી નાગાજણ, કાલાવડ વિસ્તારના છે.તેમજ આજે બપોરે વધુ ૫ પોઝિટિવ કેસમાં ૭૭ વર્ષીય પુરુષ ૧૯ દિગ્વિજય પ્લોટ, ૩૪ વર્ષીય પુરુષ સેન્ટ્રલ બેન્ક રોડ માંડવી ટાવર પાછળ, ૨૩ વર્ષીય પુરુષ શ્રીજી બી- એપાર્ટમેન્ટ હવાઈ ચોક, ૩૭ વર્ષીય પુરુષ લીમડા લાઈન પાછળ પોસ્ટ ઑફિસ તીન બત્તી અને ૫૧ વર્ષીય પુરુષ ચાંદી બજાર , ઝવેરી ડેલી, જામનગર વિસ્તારના છે. અત્યાર સુધીમાં જામનગરમાં ૧૪૪ દર્દીઓ નોંધાયા છે જેમાં ચાર દર્દીઓના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here