અધર્મી : મોરબી કતલખાને પાડાઓ લઇ જતા જામનગરના બે સખ્સો પકડાયા

0
1037

મોરબી તાલુકાના આમરણ ચેક પોસ્ટ નજીકથી તુફાન ગાડીમાં ઠાંસીઠાંસીને ભરી કતલ માટે લઈ જવતા 11 પાડાને પોલીસે છોડાવી જામનગરના બે આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે આ ગુન્હામા જામનગરના  અન્ય બે આરોપીઓના નામ ખુલતા પોલીસે વધુ તપાસ આરંભી છે.

આમરણ ચેક પોસ્ટ નજીકથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ તુફાન ગાડીને અટકાવી પોલીસે તપાસ કરતા તુફાન ગાડી નં. GJ-10-X-0366 કિં.રૂ.૨,૦૦,૦૦૦માં જીવીત પાડા નંગ-૧૧ કિંમત૫૫,૦૦૦ને ખીચોખીચ દોરડાથી કૃરતાપુર્વક બાંધી કતલ માટે લઈ જવતા હોવાનું માલુમ પડ્યું હતું આથી પોલીસે જામનગરના આરોપી મોહમદ નકીબ અબ્દુલા કુરેશી (ઉ.વ.૨૪) અને સલીમભાઇ હસનભાઇ કુરેશી (ઉ.વ.૪૦)ને ઝડપી લીધા હતા.જેની પૂછપરછ દરમિયાન અન્ય બે આરોપી મકસુદ ચાકી રહે.જામનગર અને નજીર સતરભાઇ કસાઇનું  નામ ખુલતા પોલીસે પશુ પ્રત્યે ઘાતકીપણા એકટ ૧૯૬૦ ની કલમ. ૧૧(૧)(ડી), (ઇ), (એફ), (એચ) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here