જામનગર : પત્નિની હત્યા નિપજાવનાર પતિને આજીવન કેદ

0
1409

જામનગરમાં સાત વર્ષ પૂવે પટેલનગર વિસ્તારમાં સાવ સામાન્ય બાબતે પતિએ પત્નીની હત્યા નીપજાવી હતી. કોર્ટે પતિને કસુરવાર ઠેરવી જન્મટીપની સજા ફટકારી છે. પતિએ નાસ્તો માંગતા પત્નીએ આપવાની ના પડી દેતા આ હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓના નિવેદનને ધ્યાને રાખી આરોપી પતીને આજીવન કેદની સજા ફટકારી છે.


જામનગરમાં વર્ષ ૨૦૧૪માં પટેલનગર વિસ્તારમાં નીતાબેન નામની પરિણીતાને તેના જ પતિ ગીરીશ વાલજી પરમારે ગળાફાસો આપી નિર્મમ હત્યા નીપજાવી હતી. સીટી એ ડીવીજન પોલીસે જે તે સમયે મૃતકના પતિ અને મદદગારી કરનાર અન્ય બે સખ્સો સામે કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
પતિને નાસ્તો માંગતા પત્ની નીતાબેને નાસ્તો આપવાની ના પાડી હતી અને અપ શબ્દો બોલ્યા હતા. જેને લઈને ઉસ્કેરાઈ ગયેલ પતિએ પત્નીની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું હતું. લાંબા સમય બાદ આજે કોર્ટમાં આ કેસ ચાલી જતા આરોપી ગીરીશને કોર્ટે કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. જયારે મદદગારી કરનાર એક આરોપીનું નિધન થઈ ગયું છે જયારે અન્યને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here