જાતીય સતામણી કરવામાં ભૂંડી ભીમિકા સામે આવતા કરવામાં આવી કાર્યવાહી : જીલ્લા પોલીસબેડામાં સનસનાટી
જામનગર: જોડિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆર રવિરાજસિંહ ગોહિલ અને તેના રાઈટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જયારે અન્ય ચાર પોલીસકર્મીઓની પોલીસ હેડકવાટર બદલી કરી દેવાતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. પીએસઆઈ સહિતનાએ જાતીય સતામણીમાં ભજવેલી ભૂંડી ભૂમિકાને લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાનું જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુંએ જણાવ્યું છે.
જોડિયા પોલીસ દફતરમાં ફરજ બજાવતા પીએસઆઈ આરડી ગોહિલ અને તેના રાઈટર રવિ મઢવીને જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ સસ્પેન્ડ કરી દીધા છે. જયારે જોડિયા ટાઉન પોલીસ દફતરમાં જ ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નીકુલસિંહ વિક્રમસિંહ જાડેજા, ગીરીરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, હરવિજયસિંહ જશવંતસિંહ જાડેજા અને ડ્રાઈવર કોન્સ્ટેબલ દીવ્યરાજસિંહ જટુભા જાડેજાની તાત્કાલિક અસરથી જીલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. જીલ્લા પોલીસવડાના આકરા પગલાથી પોલીસ બેડા સહીત જીલ્લાભરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. જે મુજબ જોડિયાના એક નાગરિકની ખોટી રીતે હેરાનગતી જાતીય સતામણી કરવામાં આવી હતી. પીએસઆઈ આરડી ગોહિલ જાતીય સતામણી કરી જેતે ભોગગ્રસ્તને પરેશાન કર્યા હતા. જે બાબતની જીલ્લા પોલીસવડા સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને એસપીએ જોડિયા પોલીસ દફતર પીએસઆઈ ગોહિલ અને તેના રાઈટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમજ અન્ય ચારની બદલી કરી દીધી છે. જાતીય સતામણીની અરજીના કામે જ કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જીલ્લા પોલીસ વડાએ જણાવ્યુ છે. એસપી પ્રેમસુખ ડેલુંના પગલાથી જીલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.