દુઃખદ ઘડી : જામનગરના પીઢ કાર્ટુનિસ્ટ ‘જામી’ જન્નત નસીન થયા

0
661

જામનગર : જેના કાર્ટુન ગુજરાતના મોટાભાગના અખબારો અને મેગેજીનોમાં છપાઈ ચુક્યા છે અને જીવનનના અંત સુધી પોતાના પોતાની આ અલાયદી કલા સાથે જોડાઈને રહેલા જામનગરના એક માત્ર કાર્ટુનિસ્ટ ‘જામી’ સાહેબે ૭૭ વર્ષની ઉમરે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. પ્રશાસન અને સરકાર પર પ્રહાર અને સમાજમાં ફેલાયેલ અનિષ્ટને પોતાના હાથે કંડારનાર જામીએ અનેક આયામો સર કર્યા હતા.  

પાંચ કે આઠ કોલમમાં પથરાતા સમાચાર જે મેસેજ ન આપી શકે એવો મેસેજ એક કાર્ટુન આપી જતું હોય છે. કુદરત આ કલા અમુક જ બુદ્ધિજીવીઓને પ્રદાન કરે છે. આ કલા જામનગરના જ અવિદ જામીને કુદરતે આપી, ધ્રોલમાં જન્મેલા આવદ બિન હસન જામીએ કાર્ટુનિસ્ટ કલાને એક શોખ તરીકે જીવનમાં વણી લીધી હતી. જામનગરમાં કેન્દ્રીય વિધાલયમાં ડ્રોઈંગના શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત થયેલ જામીએ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના  માતબર અખબારો અને મેગેજીનો સાથે પોતાની કલા પીરસી છે.

ગુજરાત સમાચારની યુકે એડીસન, ગુજરાત ટુડે, ભાસ્કરની કલાસ પૂર્તિમાં, ગુજરાત સરકાર મેનેજીન, પાટીદાર સૌરભ, સંદેશ, અભિયાન સહિતના અખબારોમાં ‘જામી’ સાહેબની અદભૂત કાર્ટુન કલા લાંબા સમય સુધી તાદસ થઇ, સમાજની કોઈ સમસ્યા હોય કે રાજકીય પાર્ટી કે નેતાઓ પરનો વ્યંગ હોય, જામી સાહેબે પોતાના કાર્ટુનમાં રાજકીય અને સામજિક તેમજ સાસ્કૃતિક વિષયોને વણી લઇ અદ્ભુત સંદેશાઓ આપ્યા છે.

જીવનનના અંતિમ પડાવમાં પણ તેઓ પોતાની આ કળા સાથે સંકળાયેલ રહ્યા હતા. જામી સાહેબના બે સંતાનો જાહિદ જામી લાંબો સમય મીડિયા માધ્યમ સાથે સંકળાયેલ રહ્યા તેમજ તેઓના નાના પુત્ર હાલ સાજીદ જામી હાલ હૈદરાબાદ સ્થાઈ થયા છે. જામનગરના પીઢ કાર્ટુનિસ્ટની તબિયત લાંબા સમયથી નાંદુરસ્ત રહેતી હતી.

કાર્ડિયાક, લમ્સ સહિતની બીમારીનો સામનો કરતા જામી સાહેબને વધુ પડતા ચકકર આવતા જીજી હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા હતા. જ્યાં શનિવારે સારવાર હેઠળ તેઓએ વિદાય લીધી હતી. જામી સાહેબની અણધારી વિદાયથી હાલ આંગળીના ટેરવે ગણી શકાય એવા કાર્ટુનિસ્ટ વર્ગ તેમજ જામનગર સહિત રાજ્યભરના મીડિયા આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here