કરુંણ ઘટના : પરિવારની નબળી આર્થિક સ્થિતિ, પિતાની બીમારી તરૂણીને દોરી ગઈ ફંદા સુધી

0
572

જામનગર અપડેટ્સ : જામનગર નજીકના લાખાબાવળ ગામે ક્ષત્રિય પરિવારની એક તરૂણીએ ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો છે. પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિ અને પિતાની બિમારીથી કંટાળી તેણીએ આ પગલુભરી લીધુ હોવાનું પોલીસમાં જાહેર થયું છે.


જામનગર પંથકમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ તાલુકાના લાખાબાવળ ગામે રહેતા અજીતસિંહ જારૂભા જાડેજાની 16 વર્ષીય પુત્રી કૃપાબાએ ગઇકાલે બપોરે પોતાના ઘરે ગળાફાસો ખાઇ જીવતરનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે હરદીપસિંહ ભુરૂભા જાડેજાએ જાણ કરતા પંચકોષી બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હરદીપસિંહે પોલીસમાં નોંધાવેલા નિવેદન મુજબ તેણીના ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી તેમજ તેણીના પિતા માનસીક બિમાર હતા અને કામ-ધંધો કરતા ન હતા. જેને લઇને તેણીએ આ પગલુભરી લીધુ હતું. આ બનાવના પગલે પરિવાર સહિત નાના એવા લાખાબાવળ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here