જામજોધપુર : બાળકો માટે નાસ્તો લેવા નીકળેલ વૃદ્ધ સાથે ઘટી એવી ઘટના કે પરત જ ન ફર્યા…આવુ છે કારણ

0
358

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મહિકી ગામના પાટીયા પાસે મોટરસાઇકલની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. વૃદ્ધ બાળકો માટે નાસ્તો લેવા જતાં હતા ત્યારે રોડ ક્રોસ કરતી વખતે મોટરસાઇકલની ઠોકરનો ભોગ બની ગયા હતાં. અકસ્માત નિપજાવી નાશી ગયેલા બાઇક ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જામજોધપુર તાલુકા મથકથી 10 કિલોમીટર દૂર આવેલા મહિકી ગામના પાટીયા પાસે ગઇકાલે સાંજે છએક વાગ્યે બાળકો માટે નાસ્તો લેવા ઘરેથી નિકળેલા કમાભાઇ લાખાભાઇ ધામેચા (ઉ.વ.65) નામના વૃદ્ધ રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરઝડપે પસાર થયેલા જીજે10બીએસ-8413 નંબરના મોટરસાઇકલના ચાલકે જોરદાર ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો. અકસ્માતના આ બનાવમાં વૃદ્ધ રોડ પર ફંગોળાઇ જતાં માથાના ભાગે તથા હાથ-પગના ભાગે ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર સુરેશભાઇએ અકસ્માત નિપજાવી મોટરસાઇકલ ચાલક સામે ફરિયાદ નોંધાવતા જામજોધપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here