ખંભાળિયાની ભાગોળે સિમેન્ટ ભરેલો ટ્રક ભડભડ સળગી ઉઠ્યો

0
806

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળીયા ખાતે જામનગર રોડ પર ઓવર બ્રીજ પાસે આજે વહેલી સવારે સિમેન્ટ ભરેલો એક ટ્રક ભડભડ સળગી ઉઠતા થોડી જ વારમાં ટ્રક જવાળાઓ અને ધુમાડામાં ખાખ થઈ ગયો હતો. જોકે આગ ની ઘટના પૂર્વે સમયસૂચકતા વાપરી ચાલકે ટ્રક ઉભો રાખી નીચે ઉતરી જઈ પોતાનો જીવ બચાવી લીધો હતો તો બીજી તરફ ટ્રક આગમાં ખાખ થઈ ગયો હતો.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આજે વહેલી સવારે ઘટેલી આ ઘટનાની વિગત મુજબ જામનગર રોડ પર આવેલ ઓવરબ્રિજ પાસે પસાર થતો એક ટ્રક એક રોડની નીચે ઉતરી જાય વિજપોલ સાથે થયો હતો  જેને લઇને સ્પાર્ક થતાં સિમેન્ટ ભરેલી ટ્રક સળગી ઉઠયો હતો. આગતા ચાલકે સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો.

બીજી તરફ આગની જવાળાઓમાં લપેટાઇ ટ્રક ધુમાડાના ગોટેગોટા અને આગની જવાળાઓ સાથે ભસ્મીભૂત થઇ ગયો હતો.આ ઘટનાના પગલે વહેલી સવારે પસાર થતા વાહનો થંભી ગયા હતા અને ફાયર ને જાણ કરવામાં આવી હતી.

જોકે ખંભાળિયા નગરપાલિકા નો ફાયર સ્ટાફ ઘટનાસ્થળે પહોંચે તે પૂર્વે જ આગની જવાળાઓમાં ખાખ થઈ ગયો હતો ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ નીચે ના થાંભલા સાથે અથડાતાં આ ઘટના ઘટી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.આ બનાવ અંગે જાણ થતાં ખંભાળીયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

https://m.facebook.com/story.php?story_fbid=574184667636680&id=100051354551083

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here