સસ્પેન્ડેડ PSIના નાબાલીક પુત્રએ પોલીસ કબ્જાના દારૂની ચોરી કરી

0
1691

જામનગરમાં પોલીસ હેડ ક્વાર્ટર માં આવેલ સાયબર ક્રાઇમ ઓફિસ પાછળના મુદ્દામાં રૂમના દરવાજા અને તાળા તોડી સસ્પેન્ડેડ પીએસઆઇ નાબાલીક પુત્ર એ દારૂ બિયરના જથ્થાની ચોરી કરી હોવાની સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અગાઉ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ દરમ્યાન બેદરકાર રહેલા અને લાંચ લેતા પકડાયેલ પીએસઆઇ બે વખત સસ્પેન્ડ થયા હતા. તેના જ 13 વર્ષીય પુત્ર દ્વારા ચોરી આચારવામાં આવતા પોલીસ બેડામાં થતા ચકચાર મચી જવા પામી છે.


બાપ તો બાપ પણ બેટા પણ સવાયા નીકળ્યા એવું વારેવારે સાંભળવા મળે છે ત્યારે જામનગરમાં આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અગાઉ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ સસ્પેન્ડેડ શૈલેન્દ્રસિંહ ભદોરીયા નામના પીએસઆઇ ના 13 વર્ષીય પુત્ર એ પરાક્રમ કર્યું છે.

પીએસઆઇ એસ એસ ભદોરીયાનો ફાઇલ ફોટો

પોલીસ હેડ ક્વાર્ટર માં આવેલા સાઇબર ક્રાઇમ ઓફિસ પાછળના ઓફિસર કવાટરના મુદ્દામાલ રૂમમાંથી પીએસઆઇ ભદોરીયાના નાબાલીક 13 વર્ષીય પુત્ર એ છેલ્લા ચારેક મહિનાના ગાળા દરમિયાન મુદ્દા માલ રૂમના દરવાજા અને તાળા તોડી અંદર પ્રવેશ કરી રૂપિયા દોઢ લાખની કિંમતના  317 બોટલ દારૂ તેમજ 14,500 ની કિંમતનો વધુ 29 બોટલ દારૂ આ ઉપરાંત બિયરના બે ટીનની ચોરી કરી હોવાની વિગતો સામે આવી હતી. જેને લઈને સીટી સી ડિવિઝન પોલીસ દફ્તરના પીઆઇ કે એલ ગાધે એ સસ્પેન્ડ પીએસઆઇના નાબાલીક પુત્ર સામે દારૂ સંબંધિત દારૂ અને ચોરી સંબંધિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સીટી બી ડિવિઝન પોલીસ તત્તરના પીઆઇ કે જે ભોયે સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here