જામનગર: રિલાયન્સ મોલ સાથે 63 લાખની છેતરપિંડી, છ આરોપીઓની સંડોવણી

0
1440

જામનગરમાં ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલા રિલાયન્સ મોલ સાથે છ શખ્સોએ રૂપિયા 63 લાખની છેતરપિંડી હાજરી હોવાની પોલીસ તરફ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હલકી ગુણવત્તા વાળો મોકલી દઈ રૂપિયા 35 લાખ તેમજ ઓછો માલ મોકલી 26 લાખ એમ  કુલ 63 લાખની છેતરપિંડી આચરિયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલા રિલાયન્સ મોલમાં નોકરી કરતા જોનસિંગ ભગવાનજી ચાવડા એ આ પ્રકરણ સંદર્ભે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મોલમાં લઈ આવવામાં આવતા સામાનમાં ઓછો માલ મોકલી તેમજ અમેરિકન  શક્કરિયા ગુણવત્તા હલકી પધરાવી દઈ છ આરોપીઓએ વર્ષ 2021 થી 2022 ના એક વર્ષના ગાળા દરમિયાન છેતરપિંડી આચરી હોવાની વિગતો ફરિયાદમાં નોંધાવી છે. તે મુજબ જામનગર ના ધરાનગર બે માં રહેતા જયપાલસિંહ ચુડાસમા તેમજ રાજસ્થાનના લલિત નવારામ ભારતી, માંગીલાલ નવારામ ભારતી, તેના રામ તેમજ ઉત્તર પ્રદેશના રામકિશોર તિવારી અને સચિન સિંહ શૈલેન્દ્રસિંહ નામના છ શખ્સોએ એકબીજા સાથે મેળાપીપણો કરી, પૂર્વયોજિત કાવતરું રચી, છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

જેમાં એક વર્ષના ગાળા દરમિયાન આ તમામ શખ્સોએ રિલાયન્સ મોલમાં પહોંચાડવામાં આવેલ માલ પૈકી રૂપિયા 26,60,400નો ઓછો માલ મોકલી તેમજ અમેરિકન સકરિયાની નબળી ગુણવત્તા વાળો માલ મોકલી રૂપિયા 36,51,375 સહિત રૂપિયા 63,11,775 ની રકમ અંગત ઉપયોગમાં લઇ  સ્ટોર સાથે છેતરપિંડિ અને વિશ્વાસઘાત કર્યો હતો. આ પ્રકરણની ખરાઈ થતાં કંપનીના કર્મચારી દ્વારા છ શખ્સો સામે મેઘપર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે આ ફરિયાદના આધારે પીએસઆઇ વાયબી રાણા સહિત તમામ શખ્સોની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here