વિધાનસભાની ચૂંટણીને લઈને મુખ્ય મંત્રીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

0
416

જામનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ભાજપાએ મેળવેલી ભવ્ય જીત બાદ અને પાંચ રાજયોની ચૂંટણીના હકારાત્મક પરિણામ આવે તો રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવવાની અટકળો સેવાઈ રહી છે. પાંચ પૈકી પશ્ચિમ બંગાળ કબજે કરવામાં ભાજપ સફળ થશે તો વહેલી ગુજરાતમાં વહેલી ચૂંટણી આવશે એવા ભાજપના નેતાના કથન બાબતે આજે રાજ્યના મુખ્ય મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.

આવતા વર્ષે ડીસેમ્બર માસના ગાળામાં રાજ્યની વિધાનસભાની ટર્મ પૂરી થઇ રહી છે. રાજ્યની વિધાનસભાની ટર્મ પૂરી થાય તે પૂર્વે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી તમામ મહાનગરપાલિકાઓ અને જીલ્લા પંચાયતની સતા અંકે કરી છે. જયારે તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ સારું પ્રદર્શન કર્યું  છે. બીજી તરફ પશ્ચિમ બંગાળ સહીત પાંચ રાજ્યોની ચૂંટણીઓ પણ જાહેર થઇ છે. ત્યારે ભાજપની નજર પશ્ચિમ બંગાળ પર છે. જો પશ્ચિમ બંગાળ સર થઇ જાય તો ગુજરાતમાં વહેલી ચૂંટણી આવી શકે છે એવું રાજકીય સમીકરણ અને નેતાઓના કથનો વહેતા થયા છે. જેને લઈને આજે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ વહેલી નહી થાય, વિધાનસભાની મુદત પૂર્ણ થયા બાદ જ ઈલેકશન આવશે. મુખ્ય મંત્રીના નિવેદનને લઈને રાજ્યમાં બંધાયે વહેલી ચૂંટણીની અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here