બે જિલ્લાની પોલીસ જેને શોધતી હતી તે આરોપી ધ્રોલથી પકડાયો, આવી છે ક્રાઈમ કુંડળી

0
1866

જામનગર : બોટાદ જીલ્લાના પાડીયાદ પોલીસ દફતરમાં નોંધાયેલ દારૂ પ્રકરણમાં છેલ્લા વર્ષથી નાસતો ફરતો આરોપી આરઆર સેલ પોલીસે પકડી પાડ્યો છે. આ આરોપીને ધ્રોલથી પકડી પાડી રેંજ પોલીસે બોટાદ પોલીસને હવાલે કરવા તજવીજ શરુ કરી છે.  બોટાદ ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લામાં પણ આરોપી સામે દારૂ સબંધિત ગુનો  નોંધાયો છે. બંને જીલ્લાની પોલીસ આરોપીને શોધી રહી હતી ત્યારે રેંજ પોલીસે આ બંને જીલ્લાની પોલીસની કામ આસાન કરી આપ્યું છે.

આર આર સેલ પોલીસે આજે ધ્રોલ ખાતે ત્રિકોણ બાગથી કાલાવડ તાલુકા મથકે રહેતા અને ગુન્હિત ઈતિહાસ ધરાવતા પ્રતિકગીરી જયશુખગીરી ગોસ્વામી નામના સખ્સને આંતરી લીધો હતો. આ સખ્સ સામે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન અને બોટાદ જીલ્લાના પાળીયાદ પોલીસ દફતરમાં વિદેશી દારૂ સબંધિત ગુના નોંધાયા હતા. આ બન્ને ગુનાઓમાં છેલ્લા દોઢ વર્ષથી આરોપી નાસતો ફરતો હતો. આરઆર સેલ પોલીસે આ આરોપીને પકડી ધ્રોલ પોલીસને હાલ સુપ્રત કર્યો છે અને ધ્રોલ પોલીસે આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે. બંને જિલ્લાઓની પોલીસને પણ જાણ કરી દેવામાં આવી છે.

આગામી સમયમાં રીપોર્ટ આવ્યા બાદ બંને જીલ્લાની  પોલીસને કબજો સોંપી દેવામાં આવશે. આ કાર્યવાહી આરઆર સેલ પોલીસના પીએસઆઈ જેએસ ડેલાની સુચનાથી એએસઆઈ ડીડી પટેલ, જયદીપ અનડકટ, હેડ કોન્સ્ટેબલ કરશન કલોતરા, સંદીપસિંહ ઝાલા, કમલેશભાઈ રબારી, મિતેશભાઈ પટેલ સહિતનાઓએ પાર પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here