જામનગર: ગુજરાત એટીએસની ટીમને આજે મહત્વની સફળતા હાથ લાગી છે, વર્ષો સુધી લુંટ અને હત્યાના બનાવને અંજામ આપી પોલીસમાટે કોયડો બની ગયેલ સીરીયલ કિલરને એટીએસની ટીમે આજે સુરતથી પકડી પાડ્યો છે.
છેલ્લા એક દાયકામાં અનેક હત્યાઓ અને લુંટના બનાવોને અંજામ આપી અજ્ઞાત સીરીયલ કિલર ગુજરાત રાજ્યની પોલીસ માટે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યો હતો. છેલ્લા દસ વર્ષના ગાળામાં આ સીરીયલ કિલરે મહીસાગર જીલ્લામાં, મોડાસા, દહેગામ, કોસંબા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં છ હત્યાને અંજામ આપ્યો હતો. આરોપી સીરીયલ કિલર લુંટના ઈરાદે હત્યા કરતો હતો.મોટા ભાગે ટ્રેકટર ચાલકોને જ સીરીયલ કિલર ટાર્ગેટ કરતો હતો અને લુંટ ચલાવી નિર્દોષ ચાલકના હાથ-પગ બાંધી પાણીમાં ફેકડી દેતો હતો. છ હત્યામાં વોન્ટેડ રહી પોલીસ માટે સિરદર્દ બનેલ આ સખ્સની ઓળખ મેળવવા અનેક અધિકારીઓએ પ્રયાસો કર્યા હતા. પરંતુ સફળતા મળી ન હતી. આખરે અમદાવાદ એટીએસની ટુકડીને મહત્વની કડીઓ મળી હતી. જેમાં કિલર સુરત ખાતે રહેતો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને એટીએસની એક ટીમ તાત્કાલિક સુરત પહોચી ચોક્કસ વિસ્તારમાંથી આરોપીને દબોચી લીધો હતો. છેલ્લા દસ વર્ષથી વોન્ટેડ રહેલ સીરીયલ કિલરનું સાચું નામ અસલમ ઉર્ફે લાલા છે પરંતુ સુરતમાં તે કમલેશ પટેલ તરીકે ખોટી ઓળખ ઉભી કરી હતી. હાલ એટીએસ આરોપીને લઈને અમદાવાદ આવી પૂછપરછમાં લાગી છે. આરોપીએ ટ્રેક્ટર ચાલકને છરીની અણીએ લુંટી લઇ, આરામથી હાથ-પગ બાંધી દેતો હતો, ત્યારબાદ જે તે ચાલકને એ જ અવસ્થામાં પાણીમાં ફેકી દેતો હતો જેથી ચાલક ડૂબી જતો અને તત્કાલ તેનું મૃત્યુ નીપજ્તું હતું. પોલીસ સમક્ષ કહેલ કથની સમયે આરોપીના ચહેરા પર જરા સરખો પણ અફસોસનો ભાવ ન હતો.