સુરત : મહિલા PSI આપઘાત પ્રકરણમાં આવ્યો નવો વળાંક, પતિના અનૈતિક સંબંધ

0
388

જામનગર અપડેટ્સ : અગાઉ જામનગરમાં ફરજ બજાવી ગયેલ પીએસઆઈ અમિતા જોશી આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. કોન્સ્ટેબલ પતિના બાળકોની સંભાળ રાખતી મહિલા સાથેના અનૈતિક સબંધો સામે આવ્યા છે. પતિના કરતુત પીએસઆઈ પત્નીએ મોબાઈલમાં કેદ પણ કરી લીધાની વિગતો સામે આવી છે. પોલીસે પતી સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધી છે.

સુરત પોલીસ દફતરમાં ફરજ બજાવતી અમિતા જોશી નામની મહિલા પીએસઆઈએ દસ દિવસ પૂર્વે પોતાની જ સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છોડી આપઘાત કરી લીધો હતો. છેલા દસ દિવસથી આ મામલો રાજ્ય વ્યાપી બન્યો છે. પ્રથમ પાંચ દિવસ સુધી આપઘાત અંગેનો તાગ ન મળ્યા બાદ ધીરે ધીરે આ પ્રકરણ પરથી  પરદો ઊંચકાયો છે. નિવૃત પોલીસકર્મી એવા અમિતાના પિતા બાબુભાઇ જોશીએ અમિતાના પતિ વૈભવ, સસરા જીતેશ ઉર્ફે જિતેન્દ્ર વ્યાસ, સાસુ હર્ષાબેન, નણંદ મનીષા હરદેવ ભટ્ટ અને અન્ય નણંદ અંકિતા મહેતા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં ચોકાવનાર તથ્યો સામે આવ્યા છે.

અમિતા અને તેના પતી વૈભવ વચ્ચે બંને કોસ્ટેબલ તરીકેની ફરજ પર હતા ત્યારે જ સંસારમાં પગ માંડ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૩માં અમિતાએ સીધી ભરતીમાં મેદાન માર્યું હતું અને પીએસઆઈ બની હતી. જામનગરથી સુરત બદલી પામ્યા બાદ ભાવનગરથી પતી પણ બદલી કરાવી સુરત આવી ગયો હતો. લગ્નજીવનના ગાળામાં એક પુત્રના માતાપિતા બન્યા બાદ બાળકની દેખરેખ માટે પુનાની એક મહિલાને ઘરે રાખી હતી. સમય જતા પતી વૈભવના તેણીની સાથે અનૈતિક સબંધ બંધાયા હતા. આ સબંધોની સાબિતી રૂપે અમિતાએ પતિના કરતૂતોનું મોબાઈલમાં વિડીઓ શુટિંગ પણ કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ સમીકરણો ચકાસવા કવાયત હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here