સોશિયલ મીડિયામાં થતા પ્રેમ અને પ્રેમ લગ્ન મોટાભાગના નિષ્ફળ જતા હોય છે આવો જ એક પ્રેમ જામનગર જિલ્લાના બે યુવાઓ વચ્ચે પ્રાંગર્યો પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો રાખવા બાબતે બંને વચ્ચે મન દુઃખ થયું અને યુવાન પ્રેમીને લાગી આવ્યું. એકબીજાને પ્રેમ કરતા આ યુવા હૈયાઓ વચ્ચે પ્રોફાઇલ પિક્ચર બાબતે એવું તો મન દુઃખ થયું કે પ્રેમીએ પોતાનો જીવ દઈ દીધો, આખરે શું થયું હતું? આવો જાણીએ આ અહેવાલમાં

વાત છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામની, અહીં સિંધુડી પાસે આશાબા પીરની દરગાહની બાજુમાં ગઈકાલે સાંજે સાત વાગ્યાના સુમારે પંકજભાઈ હીરાભાઈ શુકલ નામના ૨૬ વર્ષીય બ્રાહ્મણ યુવાને પોતાના હાથે પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો, આ બનાવ અંગે જાણ થતા વિપ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પ્રાઇવેટ નોકરી કરતા મૃતકના મોટાભાઈ બીપીન શુક્લએ કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરવી હતી, જેને લઇને પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતકનો કબજો સંભાળ્યો હતો. બીપીનભાઈએ પોતાના નાના ભાઈના આપઘાત પાછળ પોલીસમાં નિવેદન આપ્યું હતું. જે મુજબ, મૃતક પંકજને ભાડુકીયા ગામે રહેતી દીપીકા સોમૈયા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન બંને વચ્ચે સોશિયલ મીડિયામાં પ્રોફાઈલ પિક્ચર રાખવા બાબતે મન દુઃખ થયું હતું. મૃતક પંકજએ દીપિકાને પ્રોફાઇલમાં પોતાનો ફોટો રાખવાની ના પાડી હતી. છતાં પણ દીપિકાએ પોતાનો ફોટો રાખ્યો હતો. જેના કારણે મનમાં લાગી આવતા પંકજએ આ પગલું ભરી લીધું હતું.

સોશિયલ મીડિયાનો સમજણ અને સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ, છતાં પણ પ્રેમની વાદીએ અનેક યુવા હૈયાઓ આ જ સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગને લઈને જીવ દેતા આવ્યા છે. આવા અનેક બનાવો નજર સમક્ષ છે ત્યારે વધુ એક આપઘાતનો બનાવ સામે આવતા સમાજ ચિંતકોમાં ચિંતાનું મજુર ફરી વળ્યું છે.