લેન્ડ ગ્રેબીંગ એક્ટના આરોપીને જામીન મૂકત કરવા વિશેષ અદાલતનો આદેશ

0
733

જામનગર :અમરેલી જીલ્લાના પીપાવાવ પોલીસ સ્ટેશનમાં તા.૧૨/૧/ર૧ ના રોજ લેન્ડ ગ્રેબીંગ એકટ (ગજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધનો કાયદો, ૨૦૨૦) ની કલમ ૪ અને પ તળે જીલ્લાનો સર્વ પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અમરેલી જીલ્લા કલેકટર ડી.એસ.પી., જીલ્લા વિકાસ અધિકારી અને રેસીડન્સ એડી. લ કલેકટરની લેન્ડ ગ્રેબીંગ એકટ તળેની કમીટીએ આદેશ કરતા રાજુલા તાલુકાના મામલતદાર લ કિશોરભાઈ રણછોડભાઈ ગઢીયાએ જીલ્લાની સર્વપ્રથમ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ પીપાવાવ પોલીસ સ્ટેશનમાં કરી હતી.

આ ફરીયાદમાં જણાવ્યા અનુસાર રામપરા ગામના નગાભાઈ અરજણભાઈ વાઘ, અરજણભાઈ વાજસુરભાઈ વાઘ અને કાળભાઈ ગાંડાભાઈ વાઘ નામના ખેડતોએ રામપરા ગામના સર્વ નં. ૪ર પૈકી ૩ ખેતીની જમીનો અંગેના વેચાણ દસ્તાવેજો કર્યા હતા. આ દસ્તાવેજોમાં દર્શાવેલ જમીન સર્વ નં.૪ર પૈકીની સરકારી પડતર જમીન હતી. આમ, સરકારી જમીન વેચાણ કરવાની પ્રવૃતિ કરવા બદલ ત્રણ આરોપીઓ સામે જીલ્લાની સર્વપ્રથમ ફરીયાદ કરવામાં આવી હતી. આ ફરીયાદમાં વધૃમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ સરકારી જમીનમાં ૫૦ થી 90 ફટ ઉડા ખાડા કરી ગેરકાયદેસર રીતે રૂ્‌।.૪૪,૬૧,૬૪૦૬ મેટ્રિક ટન માટીના જથ્થાને ગેરકાયદેસર ખોદી રૂ. ૭૮,૦૭,૮૮,૦૮૪ની કિંમતની માટીનું ઘનન કર્યું હતું આ ફરીયાદ આધારે અમરેલીના નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરીએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી ૪ દિવસની રીમાન્ડ બાદ જેલ હવાલે કર્યા હતા.

આ કેસમાં આરોપી અરજણભાઈ વાજસુરભાઈ વાઘ તરફે વકીલ વી.એચ.કનારાએ અમરેલીની વિશેષ અદાલતમાં જામીન અરજી કરી રજુઆત કરીહતી કે લેન્ડ ગ્રેબીંગ એકટનો અમલ તા.૨૯/૮/ર૦ર૦ થી લાગ પડે છે. આ કાયદાની જોગવાઈઓ મુજબ કાયદો શરૂ થયા બાદ જમીન દબાણનું કૃત્ય કરવામાં આવ્યું હોઈ તેવા કિસ્સામાં લાગુ પડે છે. આ કાયદા તળે ઓછામાં ઓછી ૧૦ વર્ષ અને વધમાં ૧૪ વર્ષ સુધી સજાની જોગવાઈ આમ સખત સજાની જોગવાઈ હોવાના કારણે આવી ફરીયાદ દાખલ કરવામાં આવે તે પહેલા જીલ્લાના કલેકટર સહીતના વરિષ્ઠ અધિકારીઓએ ફરીયાદની હકીકતોની ચકાસણી કરવી જોયે, આવી ચકાસણી દરમ્યાન કબજેદારને સાંભળવાની તક આપવી જોઈએ. વધુમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સોનીયાબેન ગોકાણી અને સંગીતા વિશેણની બે જજોની બેચના ચુકાદા પર આધાર રાખી રજુઆત કરી હતી કે આવી ફરીયાદ કરતા પહેલા કમીટીએ આરોપીને સાંભળવા જોઈએ. આ કિસ્સામાં આરોપીને સાંભળવામાં આવેલા નથી. આમ, લેન્ડ ગ્રેબીંગ એકટ તળેના નીયમ પ નો ભંગ થયો છે. આથી આરોપીને જામીન પર મુકત કરવા જોઈએ. આરોપી ૮૩ વર્ષના છે જે હકીકત પણ ધ્યાને લેવી જોઈએ. સરકાર તરફે આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ઉભય પક્ષની રજૂઆતોમાં વિવિધ ચકાદાઓ અંગે લંબાણ પુર્વક રજૂઆત કરવામાં આવી હતી. ઉભય પક્ષની રજૂઆતો બાદ અમરેલી જીલ્લાની વિશેષ અદાલતના ન્યાયાધીશ આર.આર. દવેએ આરોપીને જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે.આરોપી તરફે વકીલ શ્રી વી.એચ.કનારા અને વિપુલ હાનાણી રોકાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here