દાણચોરી: જામનગર ડીઆરઆઈની ટીમે અઢી કરોડની સોપારીના ત્રણ કન્ટેઈનર પકડી પાડ્યા

0
563

જામનગર અપડેટ્સ: જામનગર ડીઆરઆઈની ટીમે ગઈ કાલે કચ્છના મુન્દ્રા પોર્ટ પર નજર ઠારી સોપારીના દાણચોરીના નેટવર્ક પર તરાપ મારી છે. ડીઆરઆઈની ટીમે મુન્દ્રા પોર્ટ પર ચેકિંગ કરતા પ્રોસેસ ઓઈલની આડમાં ચાલતા સોપારીના દાણચોરીના વધુ એક નેટવર્કને પકડી પાડ્યું છે. અઢી કરોડની સોપારીનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તંત્રની સતત તરાપ છતાં મુન્દ્રા પોર્ટ પરથી ચાલી રહેલ સોપારીના દાણચોરીના નેટવર્કને તમામ એજન્સીઓ ક્યારેય નાબુદ કરી શકી નથી છેલ્લા ચાર વર્ષના ગાળામાં કરોડો રૂપિયાના સોપારીની દાણચોરીના ક્ન્સાઈમેન્ટ પકડાયા છે. ચોકાવનારી બાબત ત્યારે સામે આવી હતી જયારે આ જ નેટવર્કમાં કચ્છ પોલીસે પણ હાથ ધોયા હતા.

જામનગર ડીઆરઆઈ (ડીરેક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ) એજન્સી દ્વારા ગઈ કાલે કચ્છમાં આવેલ મુન્દ્રા બંદર પર લોડ થયેલ સોપારીની દાણચોરી સબંધિત કાર્યવાહી કરી હતી. બહારના દેશમાંથી મુંદરા પોર્ટ પર લોડ થયેલ સામગ્રીમાં સોપારીની દાણચોરી ફરી શરુ થઇ હોવાની અને બહારના દેશમાંથી આવેલ ત્રણ કન્ટેઈનરમાં સોપારીનો જથ્થો મુન્દ્રા બંદરથી બહાર નીકળી દિલ્લી તરફ રવાના થઇ ચુક્યો હોવાની ચોક્કસ હકીકત જામનગર ડીઆરઆઈની ટીમને મળી હતી જેને લઈને ડીઆરઆઈની ટીમ દ્વારા તે ટ્રેનમાં જથ્થો રવાના થયો છે તે ટ્રેઈનને ટ્રેસ કરી હતી અને સુલાખબાદ પાસે ટ્રેઈનમાં સવાર ત્રણેય કન્ટેઈનર ચેક કરાયા હતા. જેમાં અઢી કરોડની સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. દુબઈથી રવાના થયેલ સીપમાં મુન્દ્રા પોર્ટ પર લોડ થયેલ સોપારીનો જથ્થો પ્રોસિંગ ઓઈલના રૂપે દાણચોરી કરવમાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે આ રેકેટ કોના દ્વારા કેવી રીતે ચલાવવામાં આવી રહ્યું છે તે સબંધિત ડીઆરઆઈ દ્વારા કોઈ સતાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ ફરી વખત મુંદરા પોર્ટ સોપારીની દાણચોરી માંટે માનીતું અને જાણીતું બન્યું છે.   

દાણચોરીને રાજ્યના બંદરો સાથે જુનો નાતો

ચાર દાયકા પૂર્વેના સમયગાળા દરમિયાન રાજ્યના બંદરો પર સોનાચાંદીની દાણચોરી શરુ થઇ હતી. ખુબ ધૂમ મચાવ્યા બાદ દાણચોરો પર જુદી જુદી એજન્સીઓની નજર ઠરતા સોનાચાંદીની દાણચોરીનું સ્થાન ઈલેક્ટ્રોનિક ઉપકરણોએ લીધું હતું. ત્રણેક દાયકા સુધી આ દાણચોરી ચાલ્યા બાદ સિગારેટ અને સોપારીની દાણચોરીનું નેટવર્ક શરુ થયું છે. સોનાચાંદીની દાણચોરી માટે સલાયા અને મુંદરા બંદર જાણીતા બન્યા હતા. જો કે દાણચોરીની આડમાં જામનગરના સલાયા બંદર પર હથિયારો અને ડ્રગ્સની પણ હેરાફેરી થતા તંત્રએ આ બંદર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હાલ અહીંથી દેશને ખોખલો કરતી પ્રવૃત્તિ બંધ થઇ ગઈ છે પરંતુ મુન્દ્રા બંદર પર સોપારી અને સિગારેટ દાણચોરીનું હાલ કેન્દ્ર બન્યું હોય એમ છેલા પાંચ વર્ષથી સાબિત થઇ રહ્યું છે.

કેમ સોપારીની કરવામાં આવે છે દાણચોરી ?

ભારતમાં સોપારીની ખુબ જ માંગ છે જેની સામે સોપારી ઉત્પાદન કરતા ગલ્ફ અને યુરોપીયન દેશો ઉપરાંત થાઈલેન્ડ, બર્મા, શ્રીલંકા સહિતના દેશોમાં નહીવત માંગ છે. જેને લઈને અંત્યંત નજીવા દરે આ દેશોમાં સોપારી વેચાઈ છે. ભાવ ફેરનો તગડો નફો કમાવવા અને ભારતના માર્કેટમાં ઉંચી કીમતને લઈને દાણચોર માફિયાઓ મોટી પહોચનો ઉપયોગ કરી છેલા એક દાયકામાં સોપારીની દાણચોરીનું નેટવર્ક ઉભું કર્યું છે. આ દેશોમાંથી સોપારીના કન્સાઈન્મેન્ટ વાયા દુબઈ થઇ મુન્દ્રા બંદરે પહોચી છે. ભારતમાં તમાકુનું વ્યસન ચરમસીમાએ છે, તમાકુ સાથે સોપરીનું ચલણ ગુટખા, પાન મસાલા સુધી હોવાથી તેમજ ધાર્મિક વિધિઓમાં પણ સોપારીની માંગ હોવાથી દેશમાં દરરોજ મોટી જરૂરિયાત રહે છે. ઉપરાંત દર મહીને સોપારીના દરના નિયમો બદલાતા રહેતા હોવાથી સતત ભાવ વધારા-ઘટાડા થતા રહે છે. તગડો નફો રળવા દાણચોરો એનકેન પ્રકારે દાણચોરીનું નેટવર્ક ચલાવી રહ્યા છે.

સોપારી દાણચોરીની તપાસ માત્ર મામુલી સખ્સો સુધી જ કેમ સીમિત રહી જાય છે?

છેલ્લા પાંચ વર્ષમાં મુન્દ્રા પોર્ટ પર અન્ય સામગ્રીના નામે લોડ થયેલ સોપારીનો દાણચોરીના કરોડો રૂપિયાના અનેક કન્સાઈન્મેન્ટ પકડાયા છે. જો કે આ તમામ કાર્યવાહી માત્ર જથ્થો સપ્લાય કરવા જતા મામુલી અને ભાડુતી સખ્સોની અટકાયત સુધી સીમિત રહી જાય છે. જેને લઈને હજુ સુધી આ નેટવર્કને ક્યારેય સંપૂર્ણ રીતે ભેદી સકાયું નથી અથવા એન્જસીઓને પણ નેટવર્કના મૂળ સુધી પહોચવામાં રસ નથી એમ સાબિત થાય છે. એજન્સીઓ નક્કર કાર્યવાહી કરે તો જ આ નેટવર્કના આંતરરાષ્ટ્રીય મૂળ સુધી પહોચી શકાય.

મુન્દ્રા બંદરે કેવી રીતે થાય છે સોપારીની દાણચોરી ?

છેલ્લા દોઢ દાયકાથી મુન્દ્રા બંદર આંતર રાષ્ટ્રીય વ્યાપરનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. અહી દરરોજ દરરોજ અનેક ઈમ્પોર્ટેડ સામગ્રી ભરીને આવતા હજારો કન્ટેઇનર લોડ થાય છે. આ સેંકડો કન્ટેઇનરની ચકાસણી કરવી અંત્યંત અઘરી બની જાય છે. જેનો લાભ ઉઠાવી દાણચોરો કન્ટેઈનરને સીધા જ બંદરથી અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગોડાઉન સુધી લઇ જાય છે ત્યાંથી સોપારીનો જથ્થો કાઢી લઇ ફરી એજ કન્ટેઇનરને કાસેઝ સુધી પહોચાડી દેવામાં આવે છે. જેની ચકાસણી દરમિયાન સબ સલામત હોવાનું સામે આવતું હોય છે.

શું છે ડીઆરઆઈ (ડીરેક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ) એજન્સી? કઈ રીતે કામ કરે છે ?

ડિરેક્ટોરેટ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC-૧૯૫૩) એજન્સીને વર્ષ ૧૯૬૩માં નવું રૂપ આપી ડીઆરઆઈની રચના કરવામાં આવી, જો કે આ એજન્સીનું સંચાલન સીબીઆઈસીના અધિકારીઓ કરે છે.  જેઓ કસ્ટમ્સ ઓવરસીઝ ઇન્ટેલિજન્સ નેટવર્કના ભાગ રૂપે તેના વિવિધ ઝોનલ એકમો તેમજ વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં કાર્યરત છે. તેનું નેતૃત્વ ભારત સરકારના વિશેષ સચિવના રેન્કના મહાનિદેશક કરે છે. ડીઆરઆઈ એજન્સી હથિયારો, સોનું, નાર્કોટિક્સ, બનાવટી ભારતીય ચલણી નોટો, પ્રાચીન વસ્તુઓ, વન્યજીવન અને પર્યાવરણીય ઉત્પાદનો જેવા પ્રતિબંધિત પદાર્થોની દાણચોરીને અટકાવીને ભારતની રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષાને સુરક્ષિત કરવા માટે કામ કરે છે. વધુમાં, તે કાળા નાણાના પ્રસાર, વેપાર આધારિત મની લોન્ડરિંગ અને વ્યાપારી છેતરપિંડીઓને રોકવા માટે પણ કામ કરે છે. દિલ્હી ખાતે હેડ ક્વાટર ધરાવતી એજન્સીના હાલના વડા (ડીરેક્ટર) તરીકે સીનીયર આઈઆરએસ એમ કે સિંઘ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here