સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત સમસ્ત આહિર કછોટ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ

0
701

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખમીરવંત-રખાવટ અને અભૂતપૂર્વ વીરતા માટે પંકાયેલા આહિર સમાજની એક પાંખ : ”સમસ્ત આહિર કછોટ પરિવાર દ્વારા તા.22 માર્ચથી તા.28 માર્ચ, 2023 દરમિયાન એટલે કે ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ સાતમ દરમિયાન ‘વૃંદાવન ધામ”, ઓલવાણ, તા.ઉના, ગીર સોમનાથ ખાતે કાશી ભાલકાવાળા શાસ્ત્રીશ્રી ડૉ.મહાદેવ પ્રસાદ મહેતાના વ્યાસપીઠે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ કથાનું યૂટ્યૂબ પરથી જીવન પ્રસારણ પણ કરવામા આવનાર છે.

આ જ્ઞાનયજ્ઞનો ઉદેશ રાજ્યભરમાં વસતા આહિર કછોટ પરિવારોએ સાધેલા સામાજિક-શૈક્ષણિક અને આર્થિક વિકાસને આ ધાર્મિક કાર્યક્રમના આયોજન દ્વારા અભિસારિત કરીને સૌને એક છત્ર નીચે લાવવાનો છે.
આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની સાથે-સાથે તા. 23 માર્ચે, ગુરુવારે રાત્રે 10 કલાકે કાન-ગોપી રાસ, 25 માર્ચ, 2023, શનિવારની રાત્રે પ્રસિદ્ધ કલાકાર રાજભા ગઢવી-સાગર દાન ગઢવી તથા લોકગાયિકા મીરાબેન આહિરની હાજરીમાં લોકડાયરાનું પણ આયોજન થશે. વળી, તા 27 માર્ચે, સોમવારે રાત્રે રસાગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.


આ પ્રસંગને દીપાવવા માટે ગુજરાત સરકારમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ ખાતાનો કેબિનેટ કક્ષાનો હવાલો સાંભળતા મંત્રીશ્રી સર્વશ્રી મુળુભાઈ બેરા, તાલાલાના ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ, રાજકોટના ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ, અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગા, જામજોધપુરના ધારાસભ્યશ્રી હેમંત ખવાની ઉપસ્થિતિ રહેશે.
આ પ્રસંગે જામનગરના સાંસદ સુશ્રી પૂનમબેન માડમ, પ્રદેશ ભાજપમંત્રીશ્રી રઘુભાઇ હુંબલ, ભાજપ પ્રવક્તા શ્રી ભારત ડાંગર, પૂર્વ મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી જવાહર ચાવડા, શ્રી રાજસીભાઇ જોટવા, શ્રી અમરીશભાઈ ડેર, શ્રી વિક્રમભાઈ માડમ, શ્રી શિવજીભાઈ આહીર, શ્રી કનુભાઈ કલસરિયા, શ્રી મેરામણ ગોરીયા તથા રાજકોટના મેયરશ્રી પ્રદીપ ડવ અને કછોટ પરિવારના અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ રહેશે. આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંકલન માટે ”સમસ્ત આહિર કછોટ પરિવાર” વતી ‘ભરતભાઈ કછોટ, વાજસુરભાઈ કછોટ, કરશનભાઇ કછોટ તથા નાગાભાઇ કછોટ સહિતના યુવામિત્રો ભારે જહેમત ઉઠાવી રહયા છે.

(વધુ માહિતી માટે સંપર્ક કરો : શ્રી ભરતભાઈ કછોટ : 9978540289)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here