દ્વારકા: બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીને 20 વર્ષની સજા

0
2037

બે વર્ષ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 11 વર્ષીય બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારનારા આરોપીને કોર્ટે તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષની સજા ફટકારી છે. તો બીજી તરફ ફોગ્રસ્ત સગીરને ત્રણ લાખ રૂપિયા ચૂકવવા પણ કોર્ટે હુકમ કર્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ની ચકચરી આ ઘટનાની વિગત મુજબ જિલ્લાના એક ગામમાં રહેતા ડ્રાઈવીંગ કામ કરતા આરોપીએ તા. ૨/૫/૨૧ના રોજ 11 વર્ષની ઉંમર ધરાવનાર એક બાળક દરણું દળાવવા અને દરણાનો હિસાબ કરવા સવારે ૧૦ વાગ્યે ડાડભા વાઘેરની ઘંટીએ ગયેલ
અને વચ્ચે આરોપી ભાવેશ પાલા પરમાર દેવીપુજક ઉ.વ.૩૪ રહે, ભીમરાણા વાળાનું મકાન આવતુ હોય ત્યા ભોગબનનાર પહોચતા આરોપી ભાવેશે બાળકને મોઢે મુંગો દઈ તેના મકાનમાં લઈ જઈ ડેલી, દરવાજો બંધ કરી, કપડા કાઢી તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું. ત્યારબાદ આરોપી સુઈ જતા મોકો મળતા ભોગબનનાર બાળક ઘરે આવી દુષ્કૃત્યની વાત તેમના પિતા ફરીયાદીને કરી હતી. ત્યારબાદ બાળકના પિતાએ આરોપી ભાવેશ પાલા પરમાર વિરૂધ્ધ મીઠાપુર પોલીસ દફતરમાં આઈ.પી.સી. કલમ ૩૬૩,૩૭૭ પોકસો એકટ કલમ ૩,૪,૫(એમ) વિ. તથા એટ્રોસીટી
કલમ ૩(૨), ૫ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ ડીવાય.એસ.પી. શારડાએ તપાસ કરી કરી, ભોગ બનનાર તથા આરોપીનું મેડીકલ તપાસણી કરાવી, ચાજશીટ કરેલ દાખલ કર્યું હતું.

આ કેસ દ્વારકાના એડી. સેસન્સ જજ અને સ્પે. પોકસો કોટમાં ચાલ્યો હતો. આ કેસમાં કુલ ૧૫ સાક્ષીઓ તપાસેલ અને ફરીયાદી ભોગબનનાર તથા મેડીકલ ઓફીસરની જુબાનીઓ તથા લાખાભાઈ આર. ચાવડા જીલ્લા સરકારી વકીલ દેવભુમી દ્વારકાની લંબાણ પુર્વકની દલીલો ધ્યાને લઈ આરોપી ભાવેશ પાલા પરમારને દ્વારકા સ્પે. પોકસો જજ પી.એચ. શેઠનાએ ફોજદારી તથા પોકસો એકટની કલમો હેઠળ તકસીરવાન ઠેરવ્યો હતો. ગુનેગાર ઠરેલ આરોપીને કોર્ટે પોકસો એકટની કલમ ૫ (એમ) હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૧૦,૦૦૦ દંડની સજા ફરમાવેલ છે. તથા ભોગ બનનારને વિકટીમ કોમ્પેનસેશન સ્કીમ હેઠળ રૂા. ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ) ચુકવવા હુકમ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here