છીછરા સબંધ : પ્રેમ લગ્ન બાદ પત્નીને ખબર પડી પતિ તો જુગારી છે અને આઈફોન પણ વેચી માર્યો..પછી થયું આવું

0
201

જામનગર : પાકટ વયે પાંગરતો પ્રેમ ભવ સાગર પાર કરે છે એવું હર વખતે સાચુ નથી ઠરતું, કારણ કે અમદાવાદમાં એક યુવતીએ પુખ્ત વયે પ્રેમ કરી પ્રેમી સાથે માંડેલો સંસાર ટૂંકા ગાળામાં ઝેર સાબિત થયો છે. દરરોજ ઘરે આવતા લેણદારો અને પતિની જુગાર રમવાની ટેવ તેમજ અન્ય સાસરિયાઓની  દહેજ લોલુપતા પત્નીને પોલીસ દફતર સુધી દોરી ગઈ છે. નોકરી કરતી પત્નીના નામે લીધેલો આઈફોન પતિ જુગારમાં હારી ગયા બાદ પત્નીને સાચી પરિસ્થિતિની ખબર પડી કે મહાસય જુગારના શોખીન છે. પોતાને પણ જુગારનાં દાવ પર મુકે તે પૂર્વે પત્નીએ કાયદાના રક્ષણની મદદ માંગી છે.

વાત છે અમદાવાદના મણીનગર વિસ્તારની, અહી રહેતા એક યુવાને નોકરિયાત યુવતી સાથે પ્રેમાલાપ કરી ઘરસંસાર માંડી લીધો, લગ્ન પૂર્વે એક પણ અવગુણ ન દેખાતા યુવતીએ પ્રેમી સાથે રાજીખુસીથી લગ્ન કર્યા. પરંતુ લગ્ન બાદ એક પછી એક અને દરરોજ નવા નવા લોકો ઘરે આવી રૂપિયાની ઉઘરાણી કરવા લાગ્યા, આ પૈસાની ઉઘરાણી શેની છે ? એ જાણ્યું ત્યારે પત્નીની આંખો ચાર થઇ ગઈ , જે મહાશ્ય સાથે સંસાર માંડ્યો છે એ પતી જુગાર રમવાની ટેવ વાળો છે અને જુગારમા કે ઉછીતા લીધેલ રૂપિયા હારી જતા દરરોજ આવતા નવા નવા લોકો ઉઘરાણી કરતા હોવાની જાણ પત્નીને થઇ હતી. આ ઉપરાંત પતી સહિતના સાસરિયા સભ્યોએ વધુ દહેજની માંગણી કરી ત્રાસ પણ આપ્યો હતો. દરમિયાન પતિએ પત્ની નોકરી કરતી પત્નીના નામે પતિએ આઈફોન ખરીદ્યો હતો. આ ફોન થોડા દિવસમાં જ જોવા ન મળતા પત્નીએ તપાસ કરાવી હતી જેમાં બહાર આવ્યું હતું કે પતિએ આઈફોન કોઈને વેચી તેના આવેલા પૈસા જુગારમાં હારી ગયો છે. જેને લઈને તેણીને આઘાત લાગ્યો હતો. સતત વધતા જતા ત્રાસને લઈને યુવતીએ નાછૂટકે પતિ સહિતના સાસરિયાઓ સામે પોલીસની મદદ માંગી છે અને સ્ત્રી અત્યાચાર ધારાઓ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here