સનસનાટી : કુખ્યાત સ્ટોન કિલરે જેલમાં આચરી આવી વારદાત ? જાણો શું કર્યું ?

0
772

જામનગર : રાજકોટમાં ચાર વર્ષ પૂર્વે એક પછી એક હત્યા નીપજાવી પોલીસ માટે કોયડો બની ગયેલ સ્ટોન કિલર અંતે જામનગરથી પકડાઈ ગયો હતો. પોલીસે જે તે સમયે કાયદાકીય કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો હતો. રાજકોટ જેલમાં રહેલ આ સ્ટોન કિલરે એક ગંભીર ગુનાને અંજામ આપયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ચાર વરસ પૂર્વે સૌરાષ્ટ્રના કેપિટલ રાજકોટમાં રાત્રે હાહાકાર મચી ગયો હતો કારણ કે એક એવો સ્ટોન કિલ્લર પેદા થયો જે પ્રજામાં માટે તો ઠીક પોલીસ માટે પણ ડર પેદા કર્યો હતો. પોલીસની મહિનાઓ સુધીની તહેકીકાતમાં આ સખ્સની ઓળખ સામે આવી હતી, જેને લઈને રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે જામનગરમાં બેડી વિસ્તારમાં એક ઓરડીમાં રહેતા હિતેશ રામાવત નામના સ્ટોન કિલરને આંતરી લીધો હતો. રાત્રે જ પથ્થરના પ્રહાર કરી એક પછી એક હત્યા નીપજાવનાર હિતેશને પકડી પાડી રાજકોટ પોલીસે ભય દુર કર્યો હતો. ચાર વર્ષના લાંબા સમય બાદ ફરી વખત આ સ્ટોન કિલર જેલમાં હોવા છતાં ચર્ચામાં આવ્યો છે.

મધ્યસ્થ જેલ માં રહેલા એક કેદીએ સ્ટોન કિલર હિતેશ રામાવત સહિત અન્ય બે કેદીઓની સામે આપઘાત કરવા મજબુર કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સ્ટોન કિલર અને અન્ય બે સખ્સોના ત્રાસ થી કંટાળી ખૂનના તહોમતદાર  કિશન દિલીપભાઈ ગતિયા નામના કેદીએ બેરેક નંબર-૩ ના બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આજ રોજ રાજકોટ સારવાર હેઠળ રહેલા કેદી કિશનએ સ્ટોન કિલર સાથે અન્ય બે કેદીઓ સામે હેરાન કરતા હોવાનો આક્ષેપ કરતા સનસનાટી મચી જવા પામી છે.


બીજી તરફ કેદી કિશન પાંચ દિવસ સારવાર હેઠળ હોવા છતાં પ્ર.નગર પોલીસ તેનું નિવેદન નોંધવા ન આવી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે. પોલીસ સેન્ટર જેલના બેરેકમાં રાખેલ સીસી ટીવી ફૂટેજ ચકાશે તો સ્ફોટક વિગતો સામે આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here