લાલ બતી : ઓમીક્રોન સંક્રમિત દર્દી જે ઘરે રોકાયા ત્યાં ચાલે છે ટ્યુશન, સાત બાળકો ઓળખાયા

0
1325

જામનગર તા. રાજ્યનો પ્રથમ ઓમીક્રોન દર્દી જામનગરના જે ઘરેથી સામે આવ્યા છે તે ઘરે બાળકોનું ટ્યુશન ચાલતું હોવાનું સામે આવ્યું છે. મહાનગરપાલિકાના કોર્પોરેટર જેનબ ખફીએ આ બાબતને ઉજાગર કરી તંત્રનું ધ્યાન દોરતા તંત્રએ સાત બાળકોને ઓળખી કાઢ્યા છે અને સાતેયના કોરોના ટેસ્ટ કરી હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. ચિંતા જનક બાબત એ છે કે જે ઘરમાંથી ત્રણ દર્દી પોજીટીવ આવ્યા તે ઘરે પાંચ દિવસ સુધી ટ્યુશન ચાલ્યું છે. એટલે કે જે બાળકો ટ્યુશન ક્લાસમાં આવે છે તે પૈકીના સાત સુધી જ તંત્ર પહોચ્યું  છે. ત્યારે તે બાળકોના પરિવારજનો અને બાળકો જે શાળામાં અભ્યાસ કરે છે એ શાળામાં ભણતા બાળકોમાં ચેપ ફેલાઈ જવાની પુરતી સંભાવના રહેલ છે. આરોગ્ય તંત્ર આ બાબતને પ્રાથમિકતા આપી તમામ બાળકો-પરિવારજનો સુધી જલ્દી પહોચી, ચિકિત્સા કરે એ અંત્યંત જરુરી છે.

ગત તા. ૨૮મી નવેમ્બરના રોજ ઝીમ્બાબ્વેથી વાયા દુબઈ થઇ અમદાવાદ આવેલ મૂળ નિવાસી ભારતીય એવા વૃદ્ધનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેઓ નવા વેરિયંટ ઓમીક્રોનનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે જેને લઈને રાજ્યભરમાં જામનગર ચર્ચાનો વિષય બની ગયું હતું, શહેરના કાલાવડ નાકા બહાર આવેલ મોરકંડા રોડ પરની સેટેલાઈટ સીટી સોસાયટીમાં રહેતા પરિવારની શેરી કન્ટેઈન્મેન્ટ જોન જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે ચિંતાજનક બાબત એ છે કે જે ઘરમાં નવો વેરિયંટ દર્દી સામે આવ્યા છે તે જ ઘરમાં વધુ બે વ્યક્તિઓ પોજીટીવ જાહેર થયા છે. જેમાં એક તો વૃદ્ધના પત્ની છે અને અન્ય પુરુષએ છે જે એનઆરઆઈ વૃદ્ધ, તેની પત્ની અને પુત્રીને અમદાવાદ એરપોર્ટથી જામનગર સુધી લઇ આવ્યો છે તે વૃદ્ધનો સગો સાળો છે. કોઈ પણ લક્ષણ ન આવવા છતાં બંને કોરોના પોજીટીવ જાહેર થયા છે ત્યારે આ બંને એમીક્રોન વેરીયંત સંક્રમિત છે કે કેમ તેનો તાગ મેળવવા તંત્રએ બંનેના નમુના ગાંધીનગર લેબમાં મોકલ્યા છે. જેનો રીપોર્ટ આવ્યે તાગ મળશે. પરંતુ વધુ એક ચિંતાજનક બાબત સામે આવી છે તે એ છે કે જે ઘરમાંથી નવા વેરીયંટ વાળા દર્દી સામે આવ્યા છે તે ઘરમાં બાળકોનું ટ્યુશન ચાલતું હતું. આ બાબત અહીના કોર્પોરેટર જેનબબેન ખફીને ધ્યાને આવતા ગઈ કાલે જ તેઓએ આરોગ્ય તંત્રનું ધ્યાન દોર્યું છે. આરોગ્યની એક ટીમે ઘરે ટ્યુશન જતા સાત બાળકોને ઓળખી તેનો રીપોર્ટ કરવા આજે કાર્યવાહી કરશે. હજુ કેટલા બાળકો ટ્યુશનમાં આવતા હતા તેનો તાગ મેળવવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે.

શું કહે છે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ??

તા. ૨૮મી નવેમ્બર પછીના દિવસોમાં પણ ટ્યુશન કાર્ય ચાલુ રહ્યું છે. આ અંગે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ઋજુતા જોશીના જણાવ્યા મુજબ, બાળકોના ટ્યુશન વાળી બાબત ગઈ કાલે ધ્યાને આવી છે. જેમાં ધોરણ નવ અને દસના નવ બાળકોની ઓળખ મેળવી પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. જયારે અન્ય બાળકોની ઓળખ અને પરીક્ષણ કરવા આજે ટીમ કામે લાગશે એમ ઉમેર્યું હતું. ગઈ કાલે લગત સોસાયટીમાં ૪૪ ઘરમાં ડોર ટુ ડોર સર્વે કરી કામગીરી કરી છે જેમાં કોઈ વ્યક્તિમાં લક્ષણો જણાયા નથી.

શું કહે છે વોર્ડના કોર્પોરેટર જેનબ ખફી ?

ગઈ કાલે જે તે સોસાયટીમાં રહેતા નાગરિકો પાસેથી ટ્યુશન કલાસ વાળી બાબત જાણવા મળી હતી. જેને લઈને મેં તાત્કાલિક કમિશ્નર, આરોગ્ય અધિકારી સહિતનાઓનું ધ્યાન દોર્યું હતું. જેને લઈને ગઈ કાલે આરોગ્યની ટીમે તાત્કાલિક જે તે બાળકોના સરનામાંના આધારે સાત બાળકોના ઘરે જઈ બાળકો અને તેના પરિવારજનો ટેસ્ટ પણ કર્યા છે. બાળકોની બાબત ઘણી ગંભીર કહી શકાય એમ નગરસેવિકા ખફીએ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here