રાજકોટની ગોઝારી આગની દુર્ઘટના, આખી ઘટના કેવી રીતે ઘટી? સમગ્ર અહેવાલ

0
1366

28 માનવ જિંદગીને જનાર રાજકોટના જેમ ઝોન અગ્નિકાંડ માં આખરે પોલીસે 600 સામે સા મનુષ્ય અપરાધ સહિતની કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે તો સાથે સાથે છ પૈકીના ચાર શખ્સોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના જણાવ્યા અનુસાર આ ગેમ ઝોન ફાયર એનઓસી વગર ચાલુ હતો કઈ રીતના સમગ્ર ઘટના ઘટી અને કેટલા લોકોનો ભોગ લેવાયો સહિતની તમામ વિગતો અત્રે ફરિયાદના રૂપે અક્ષરા સહ પ્રસ્તુત કરી છે

પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયા ઉવ-૪૮ પોલીસ સબ ઇન્સ. ધંધો- નોકરી સર્વેલન્સ સ્ટાફ, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર મો. નંબર-૯૯૨૫૭૧૯૯૮૩, માંરી ફરીયાદ હકીક્ત એવી છે કે, આજરોજ અમો પો. સ્ટે. ખાતે હાજર હોય દરમિયાન કલાક-૧૭/૪૭ વાગ્યે પો.સ્ટે.ની પી.સી.આર. ૨૨ ના ઇન્ચાર્જ પો.કોન્સ. મહાવીરસિંહ જામભાએ અમોને ટેલીફોનીક જાણ કરેલ કે અત્રેના વિ સ્તારમાં સયાજી હોટલ પાછળ આવેલ ટી. આર.પી. ગેમ ઝોનમાં આજરોજ તા-૨૫/૦૫/૨૪ ના આશરે ૧૭/૦૦ વાગ્યા ના અરસામાં આગ લાગેલ હોવાની જાણ કરતા બનાવવાળી જગ્યાએ પોલીસ ઇન્સ. સા. તથા પોલીસ સ્ટાફના માણસો પો.હેડ કોન્સ. કુલદીપસિંહ મહીધરસિંહ તથા પો.કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલા તથા પો.કો. નિકુંજભાઈ મારવીયા વિગેરે સાથે તાત્કાલીક બનાવ વાળી જગ્યા સયાજી હોટલ પાછળ આવેલ ટી. આર.પી. ગેમ ઝોન પર પહોચી ગયેલ હતા અત્રે આગને કાબુમાં લેવા ફાયરની કાર્યરત હતી અને પોલીસ દ્રારા ભીડ નિયત્રણ અને ટ્રાફીક નિયત્રણની કાર્યવાહી ચાલુ હતી અને સાથે સાથે વધુ માણસોની જરૂરીયાત જણાતા ઉપરી અધિ.શ્રી તથા પોલીસ કંટ્રોલ રુમને જાણ કરેલ હતી.

આગ વાળી જગ્યાએ જોતા જે.એસ.પાર્ટી પ્લોટ તથા આશુતોષ પાર્ટી પ્લોટ પર સંયુકતપણે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટ ૨ (૧) ધવલભાઈ ભરતભાઈ ઠકકર તથા રેસ વે એન્ટરપ્રાઇઝના ભાગીદારો (૨) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (૩) કી રીટસિંહ જગદીશસિંહ જાડેજા (૪) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન (૫) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (૬) રાહુલ લલીતભા ઇ રાઠોડ આમ ઉપરોકત છએય ભાગીદારો સાથે મળી ટી. આર.પી. ગેમ ઝોન તરીકે ઉપયોગ લઇ ઇન્ડોર આઉટડોર ગેમીં ગની પ્રવૃતી ચલાવે છે જેમાં ઇન્ડોર ગેમ ઝોનનો વિભાગ બે થી ત્રણ માળ જેટલુ ઉંચુ તથા આશરે ૬૦ મીટર લાંબુ તથા આશરે ૫૦ મીટર પહોળુ ફ્રેબ્રીકેશનના સ્ટકચર પર ચારેબાજુ પતરાથી કવર કરી બનાવવામાં આવેલ જેના બહારના ખુ લ્લા ભાગે ગોકાર્ટીગ વિગેરે અર્થેનુ મેદાન બનાવી જરૂરી સાધનો સાથે સમગ્ર જગ્યાને ટી.આર.પી. ગેમ ઝોન તરીકે ઉપયો ગમાં લેવામાં આવે છે

આ ગેમ ઝોનનુ ૬૦ મીટર લાંબુ તથા આશરે ૫૦ મીટર પહોળુ ફેબ્રીકેશનનુ આખુ સ્ટ્રકચર આગની લપેટમાં આવેલ હોય આ દરમિયાન ફાયર વિભાગ દ્રારા પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લેવાની કાર્યવાહી કરવામાં આવતી હતી અને જે ભાગમાં આગ કાબુમાં આવેલ તે જગ્યાએથી પ્રવેશ કરી ફાયર વિભાગના માણસો દ્રારા આગથી બળેલા માનવ શરીરો બહા ૨ કાઢેલ અને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્રારા સીવીલ હોસ્પિટલ ખાતે સત્વરે મોકલી આપવામાં આવેલ હતા. દરમિયાન રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. દ્રારા એ.ડી. નંબર- ૪૩/૨૪ ની આગળની તપાસ અમો તરફ કરવામાં આવી હતી

જેમાં મરણ જનાર નંબર(૧)એક અજાણ્યો પુરૂષ ઉ.વ. પુખ્ત નંબર(૨) એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે પુખ્ત નંબર (૩) એક અજા ણ્યો પુરૂષ ઉ.વ. પુખ્ત નંબર (૪) એક અજાણી સ્ત્રી ઉ.વ. પુખ્ત નંબર (૫) એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે ૧૭ થી ૨૫ નંબર (૬) એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે ૧૭ થી ૨૫ વાળાની એ.ડી.ની તપાસ સંભાળી અમો સીવીલ હોસ્પિટલ ખાતે આગળની તપાસ અર્થે ગયેલ જયા ઉપરોકત મરણજનારના ઇન્કવેસ્ટની કાર્યવાહી મામલતદાર રૂબરૂમાં ચાલુમાં હતી દરમિયાન બનાવ વાળી જગ્યાએથી ૧૦૮ દ્રારા નીચે મુજબના આગથી બળેલા માનવશરીરો પણ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા નં(૭) એક અજાણી સ્ત્રી ઉ.વ. પુખ્ત નંબર (૮) એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે પુખ્ત નંબર (૯) એક અ જાણ્યો પુરૂષ ઉ.વ. આશરે-૧૧ નંબર (૧૦) એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે સગીર નંબર (૧૧) એક અજાણ્યો મનુષય દેહ સ્ત્રી કે પુરુષ છે તે જાણી શકાય નહીં તેવો મૃત દેહ ઉ.વ. આશરે પુખ્ત નંબર (૧૨) એક અજાણ્યા મનુષ્યનો મૃતદેવ જે સ્ત્રી કે પુરુષ છે તે જાણી શકાયેલ નથી ઉ.વ. જાણી શકાયેલ નથી નંબર (૧૩) એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે પુખ્ત નંબર (૧૪) એક અજાણ્યો મનુષય દેહ સ્ત્રી કે પુરુષ છે તે જાણી શકાય નહીં તેવો મૃત દેહ ઉ.વ. આશરે પુખ્ત નંબર (૧૫) એક અજાણી સ્ત્રી ઉવ- પુખ્ત નંબર (૧૬) એક અજાણી સ્ત્રી ઉવ- પુખ્ત નંબર (૧૭) એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે પુખ્ત નંબર (૧૮) એક અજાણયો પુરુષ ઉ.વ. આશરે સગીર નંબર (૧૯) એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે પુખ્ય નંબર ( ૨૦) એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે પુખ્ત નંબર (૨૧) એક અજાણી સ્ત્રી ઉવ- આશરે પુખ્ત નંબર (૨૨) એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે પુખ્ત નંબર (૨૩) એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે ૧૭ થી ૨૫ નંબર (૨૪) એક અજાણી સ્ત્રી ઉ.વ આશરે પુખ્ત નંબર (૨૫) એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે ૧૭ થી ૨૧ નંબર (૨૬) એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે પુખ્ત નંબર (૨૭) એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે પુખ્ત નંબર (૨૮) માનવ શરીરના અંગો માનવ શરીરના અંગો સહી તેના ઉપરોકત માનવ શરીરને પણ ડો.શ્રી દ્રારા મરણ જાહેર કરેલ જે તમામના મરણોતર ફોર્મ તથા ઇન્કવેસ્ટની કામગીરી દરમિયાન જણાઇ આવેલ કે આ તમામ ક્રમ નંબર-૧ થી ૨૮ ના મૃત્યુ આગથી સળગી જવાના કારણે થયેલ છે, જે બાબ તે પી.એમ.ની કાર્યવાહી અર્થે જરૂરી યાદી ડૉ.શ્રી ને યાદી પાઠવવામાં આવેલ. દરમિયાન ગીરીરાજ હોસ્પીટલના ડો.શ્રી કરૂ ણા સવસાણીની એમ.એલ.સી. નોંધ લખાવ્યા મુજબ (૧) ધુમીતભાઇ કુંજડીયા ઉવ-૧૦ (૨) મનીષભાઈ ખીમસુરીયા ઉ વ-૨૧ (૩) જીજ્ઞાબા જાડેજા ઉંઠે-૪૧ વાળા પણ ઉપરોકત બનાવના ભોગબનનાર હોય અને સાદી થી લઇ ગંભીર ઇજા પામતા સારવાર હેઠળ છે.


આ બનાવ અંગે આગ બુજાવવાની કામગીરીમાં રોકાયેલ ફાયર અધિકારી ભીખાભાઈ જીવાભાઈ ઠેબા ઉંવ- ૫૪ ધંધો- ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર, કનક રોડ ફાયર સ્ટેશન એસ.ટી. બસ સ્ટેશન પાછળ રાજકોટ રહે- “ઠેબા મંજિ’ ગીતાનગર શે.નં-૭, ગોંડલ રોડ જકાતનાકા રાજકોટ મો. નંબર- ૯૭૧૪૫૦૩૭૧૫ વાળાનુ નિવેદન લેતા જણાવેલ કે ” આ ટી.આર.પી. ગેમ ઝોન સંપુર્ણ ફેબ્રીકેશનના સ્ટકચર પર બનેલ જણાઇ છે જેમાં બેઝ તરીકે લોખંડની એન્ગલો તથા ગેલ્વેનાઇઝના પતરાનો ઉપયોગ કરી બનાવેલ છે જેમાં અંદર અલગ અલગ વિભાગોમાં ગેમ ઝોન બનાવેલી હતી જેમાં ખુબજ મોટા પ્રમાણમાં ઇલકેક્ટ્રીક વાયરીંગ તેમજ એ.સી.ના વેન્ટ લાગેલ હતા જો આ ગેમ ઝોન માં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચીવળી રોકી શકાય તેમજ મનુષ્યજીવનને બચાવી શકાય તેવા કોઇ ખાસ અસરકારક ફાયર સાધનો જણાઈ આવેલ ન હતા. ઉપરાંત મારી જાણકારી મુજબ આ ટી.આર.પી. ગેમ ઝોન દ્રારા કયારેય ફાયર એન.ઓ.સી. અમારા વિભાગમાં અરજી ઇન્વર્ડ કરેલ નથી કે ફાયર એન.ઓ.સી. મેળવેલ નથી જેથી કોઈપણ પ્રકારની આગની ઘટનાને કાબુમાં લેવા માટેની સાધન સામગ્રી ની વ્યવસ્થાન સદર ગેમ ઝોન ના સંચાલકોએ રાખેલ ન હોવાનુ પ્રાથમીક રીતે જણાઇ આવેલ છે.

” આ સમગ્ર બનાવ ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર (૧) ધવલભાઈ ભરતભાઈ ઠકકર તથા રેસ વે એન્ટરપ્રાઇઝના ભાગીદારો (૨) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (૩) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા (૪) પ્રકાશચંદ કનેયાલાલ હીરન (૫) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (૬) રાહુલ લલીતભાઈ રાઠોડ આમ ઉપરોકત છએય ભાગીદારોએ આ ટી.આર.પી. ગેમ ઝોન ખાતે કોઇપણ આગજનીને પહોંચી વળવાના પર્યાપ્ત સાધનો કે અગ્નિ સમન વિભાગની જરૂરી મંજૂરી કે એન.ઓ.સી મેળવ્યા વગર માનવ જીવન જોખમાય અને આગનો બનાવ બનયે મનુષ્યના જીવ જાય તેવી જાણકારી હોવા છતા આ ગેમ ઝોનને બનાવી જોખમી રીતે ચાલુ રાખવાને લીધે આ બનાવ બનેલાનુ જણાઇ આવે છે. જેથી આ ટી.આર.પી. ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (૧) ધવલભાઈ ભરતભાઈ ઠકકર તથા રેસ વે એન્ટરપ્રાઇઝના ભાગીદારો (૨) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (૩) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા (૪) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન (૫) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (૬) રાહુલ લલીતભાઇ રાઠોડ તથા તપાસમાં ખુલે તે તમામ ઇસમોએ આશરે ૫૦ મીટર પહોળુ તથા આશરે ૬૦ મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલું ઉંચુ લોખંડ તથા પતરાનુ ફેબ્રીકેશનથી માળખુ ઉભુ કરી ગેમ ઝોન બનાવયો હતો

આ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચીવળી આગને રોકી મનુષ્યજીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયર ફાયટીંગના સાધનો રાખ્યા વગર ઉપરાંત અગ્નિશમન વિભાગની એન.ઓ.સી. કે પ્રમાણપત્ર મેળવ્યા વગર આ જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બને તો આગ લાગવાથી સાદી /ગંભીર ઇજાથી લઇ માનવ મૃત્યુ થવાની સતપ્રતિશત સંભાવના હોવાની જાણકારી હોવા છતા ગેમ ઝોન ચાલુ રાખી ઉપર મુજબની વિગતે ક્રમ નં(૧) થી ૨૮ માનવોના મૃત્યુ નિપજાવી સાહેદ (૧) ધુમીલભાઈ કેતનભાઈ કુંજડીયા (૨) મનીષભાઈ રમેશભાઈ ખીમસુરીયા (૩) જીજ્ઞાભા વિરેન્દ્રસિંહ જાડેજા જો ત્યાથી સાદી ઈજા તથા મહાવ્યથાઓ સાથે આ ગેમ ઝોનમાંથી નાસી ભાગી નીકળેલ ન હોય તો તેઓના પણ મૃત્યુ થવાની પુરી સંભાવના હતી તેવા જોખમમાં નાખવાનુ કૃત્ય કરેલ હોય આમ ટી.આર.પી. ગેમ ઝોનના ઉપરોકત સંચાલકો તથા તપાસમાં ખુલે તેના સામે મારી સરકાર તરફે ફરિયાદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here