અમદાવાદ સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા એક્સ આર્મીમેને ગઈકાલે વહેલી સવારે એક વૃદ્ધ કેદી પર ઈંટ વડે હુમલો કરી કરપીણ હત્યા નિપજાવતા સનસનાટી મચી જવા જવા પામી છે. અત્યંત ક્રોધિત સ્વભાવ ધરાવતા આરોપીએ અગાઉ આર્મીની ફરજ દરમ્યાન પણ એક સિપાહીની હત્યા નીપજાવી હતી આ જ પ્રકરણમાં આરોપી એક્સ આર્મી મેનને આજીવન કેદની સજા થઈ હતી. ઉલ્લેખ છે કે ચાર માસ પૂર્વે પણ આજ આરોપીએ જેલમાં અન્ય કેદી પર જીવલેણ હુમલો કર્યો હતો.
આ બનાવની વિગત મુજબ ગઈકાલે સવારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા કેશાભાઈ હેમરાજભાઈ પટેલ ઉંમર વર્ષ 71 નામના વૃદ્ધ કેદી પોતાની બેરેકમાં સુતા હતા ત્યારે સુતેલા આ વૃદ્ધ કેદી પર ભરત ગોવિંદભાઈ પ્રજાપતિ નામના આજીવન સજા પામેલા કેદીએ ઈંટ વડે હુમલો કર્યો હતો. માથાના ભાગે ધડાધડ ઇંચ ના ઘા જીંકી દઈ પાકા કામના કેદીએ વૃદ્ધ કેદી ને ગંભીર ઈજા પહોંચાડી હતી આ ઘટનાના પગલે જેલનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને બેરેકમાં લોહી લુહાણ હાલતમાં પડેલા કેશાભાઈને તાત્કાલિક સારવાર અપાવવા માટે હાજર તબીબી સ્ટાફને બોલાવ્યા હતા. જોકે આ વૃદ્ધનું સારવાર દરમિયાન જ મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો .
આ બનાવ અંગે રાણીપ પોલીસને જાણ કરવામાં આવતા પીઆઇ ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતકનો કબજો સંભાળી જેલર પ્રકાશસિંહ સોલંકીની ફરિયાદ નોંધી હતી. પીઆઈ ગોહિલના જણાવ્યા અનુસાર આરોપી ભરત પ્રજાપતિ એક્સ આર્મીમેંન છે અને ગાંધીનગરના માણસાનો વતની છે. અગાઉ ભારતીય સેનામાં તે ફરજ બજાવતો હતો ત્યારે ગ્વાલિયર ખાતે એક સિપાહીની હત્યા નીપજાવી હતી.
આ પ્રકરણમાં આર્મી કોર્ટે ભરતને આજીવન કેદની સજા કરતા વર્ષ 2023 માં સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યો હતો. આરોપીએક્સ આર્મીમેન ભરત પ્રજાપતિ સ્વભાવનો અને વારેવારે હુમલા કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ કેદીએ સાડા ચાર માસ પૂર્વે એટલે કે જાન્યુઆરી મહિનામાં સાબરમતી જેલમાં એક કેદી સાથે ઝઘડો કરી માથાના ભાગે ઈંટ ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તાજેતરની આ ઘટન બાદ જેલ પ્રશાસને જનુની સ્વભાવના કેદીને અન્યત્ર ખસેડવા કે બેરેક બદલવા કોઈ તસ્દી ન લેતા વૃદ્ધ કેદીનો ભોગ લેવાયો છે, વૃધ્દ્ધ કેદીની હત્યા નીપજાવનાર ખુખાર કેદી પ્રજાપતિની પોલીસે ધરપકડ કરી છે અને કોર્ટ માં રજુ કરવા કાર્યવાહી હાથ ધરી છે.