જામનગર : છ પુરુષો સાથે એક મહિલા જુગાર રમવામાં મશગુલ બની ત્યાં પોલીસ ત્રાટકી

0
654

જામનગર અપડેટ્સ :  જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં એક ફ્લેટમાં ચાલતા તીનપતીના જુગાર પર પોલોસે દરોડો પાડી એક મહિલા સહિત અન્ય સાત સખ્સોને રૂપિયા ૨૧ હજારની રોકડ સાથે પકડી પાડ્યા છે. જામનગરમાં ક્રિકેટના સટ્ટાની ભરમાર વચ્ચે તીન પતિનો જુગાર પકડાયો છે.

શહેરના સત્યમ કોલોની રોડ ગોવર્ધન એપાર્ટમેન્ટ ફલેટ નં ૫૦૪ રહેતા આરોપી મીલનભાઇ ભરતભાઇ દોઢીયા પોતાના ફ્લેટમાં અમુક જુગાર રસીકોને બહારથી બોલાવી જુગાર રમાડતો હોવાની હકીકત સીટી સી ડીવીજન પોલીસને ધ્યાને આવી હતી જેના આધારે પોલીસે દરોડો પાડી પોલીસે ગઈ રાત્રે ફ્લેટધારક મીલનભાઇ ભરતભાઇ ડોઢીયા ઉપરાંત પરેશભાઇ વસંતભાઇ ઠકકર જાતે લોહાણા ઉ.વ ૪૩ ધંધો ખેતી રહે રામપર ગામ તા.લાલપુર જી.જામનગર , અનવરભાઇ મામદભાઇ સપડીયા જાતે મેમણ ઉ.વ ૪૭ ધંધો ડ્રાઇવીંગ રહે અલીયાબાડા ગામ તા.જી.જામનગર, યુનુસભાઇ હબીબભાઇ રાઠોડ જાતે સીપાઇ ઉ.વ ૪૫ ધંધો મજુરી રહે ગુલાબનગર રવીપાર્ક કડીયા સમાજની વાડીની બાજુમા જામનગર, હસુભાઇ દેવચંદભાઇ સેજપાલ જાતે લુહાણા ઉ.વ ૫૫ ધંધો મકાન દલાલી રહે હવાઇચોક વંડીફળી ભારત સીટ સેન્ટર વાળી શેરી જામનગર અને કીંજલબેન મનુભાઇ માલદે જાતે વાણીયા ઉ.વ ૩૬ ધંધો ધરકામ રહે દિ પ્લોટ ૪૫ ઓશવાળ સ્કુલની પાછળ જામનગર વાળાઓને તીનપતીના જુગારની મોજ માણતા પકડી પાડ્યા હતા. પોલીસે તમામના કબજામાંથી રૂપિયા ૨૧,૫૬૦ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here