જામનગરની યુવતીને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા, આવી છે ઘટના

0
859

જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ રાજકોટના યુવાન સાથે કરેલા પ્રેમલગ્ન તેણીને ભારે પડી ગયા છે. માત્ર બે વર્ષના ગાળામાં પતિનો પ્રેમ ઓસરી જતા અને સાસરિયાઓએ કરિયાવર બાબતે ત્રાસ ગુજારતા તેણીએ પતિ સહીતના સાસરિયાઓ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મોટાભાગના પ્રેમલલગ્ન સફળ ન થતા હોવાની અનેક ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહી છે. ત્યારે જામનગરમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતી ઉર્વીબેન દાવદરાએ રાજકોટના પતિ યશ દીપકભાઈ, સાસુ નિશાબેન, નણંદ ક્રીશ્નાબેન તન્ના, સસરા દીપકભાઈ તન્ના સામે સ્ત્રીઅત્યાચાર ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે.

વર્ષ ૨૦૧૬માં ઉર્વી અને દીપક પરિચયમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયા બાદ વર્ષ ૨૦૧૮માં બંનેના રાજીખુશીથી પ્રેમલગ્ન થયા હતા. લગ્નબાદના ૧૫ દીવસ પછી પતિ સહીતના સાસરિયાનો ત્રાસ શરુ થયો હતો. તું પારકી જ્ઞાતિની છો અને કાળમુખી છો, તું અમારા ઘરમાં આવી ત્યારથી અમારા ઘરમાં શાંતિ નથી. અને તું છપરપગી છો. તું ભૂખની બારસ છો. તારા માં બાપે અમારા ઘરમાં શોભે તેવો કોઈ કરીયાવર આપેલ નથી. તને તારી મા એ રસોઈ કરતા શિખવાડેલ નથી. અને તને કોઈ જાતનું ઘરનું કામ આવડતું નથી. આ ઉપરાંત સાસુએ કહ્યું હતું કે તું અમારા ઘરેથી હાલતી થઇ જા. અમારે તને જોઈતી નથી. મારા દીકરાને તો બીજી છોકરી મળી જશે. અને અમારે તને રાખવી નથી. સતત વધતા જતા ત્રાસ વચ્ચે જુલાઈ માસ દરમિયાન તેણીના સસરા તેને જામનગર પિયરમાં મૂકી ગયા હતા. ત્યારબાદ પિયર પક્ષ તરફથી સમાધાનના અનેક પ્રયાસો થયા પરંતુ પતિ દીપકે તેણીના પિયરપક્ષને સાફસાફ કહી દીધું કે મારે તમારી દીકરી અમારા ઘરમાં જોતી જ નથી. અને અહીં તમે મોકલતા નહિ નહીતર પછી અમે તેને મારી નાખશું.

ઉપરોકત તમામ હકીકત ને લઈને તેણીએ જામનગર મહિલા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here