જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે બે દુકાનદારો સામે પોલીસે ફરિયાદ નોધી છે. તમાકુ પ્રતિબંધિત ધારાઓનો ભંગ કરવા બદલ બંને સામે ફોજદારી રાહે કામગીરી કરવામાં આવી છે. જયારે રાજકોટમાં જાહેરમાં સિગારેટ પિતા સખ્સ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયામાં આવેલ નટરાજ તાંબુલ ગૃહ અને વનમાળી પાન એકંદ કોલ્ડ્રીંકસ નામની પાન મસાલાની દુકાનના સંચાલકો હિતેશ પરશોતમભાઈ નકુમ અને ભાવેશ કેશાભાઈ નકુમ નામના બે દુકાનદારો પોતાની દુકાને આવેલ બે નાના બાળકોને મિરાઝ તમાકુની વેચાણ કરતા આબાદ મળી આવ્યા હતા. કાયદાની વ્યાખ્યામાં કિશોરને તમાકુ બેચાણ કરવી પ્રતિબંધીત છે તેથી પોલીસે બંને દુકાનદારો સામે જુવેનાઈલ જસ્ટીસ એકટ અને તમાકુ નિયંત્રણ અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી હતી. જયારે રાજકોટમાં કોરોના સબંધિત જાહેરનામું હોવા છતાં માસ્ક વગર જ બહાર ફરતા અને જાહેરમાં સિગારેટ પીતા એક સખ્સ સામે પોલીસે જાહેરનામાં ભંગ ઉપરાંત જાહેરમાં ધુમ્રપાન કરવા સબબ ફરિયાદ નોંધી છે.