ઓર્ડર ઓર્ડર : જયેશ પટેલ હાજીર હો…કોર્ટનું ફરમાન

0
785

જામનગર : જામનગરમાં અનેક જમીન પ્રકરણમાં સંડોવાયેલ ભુમાફિયા જયેશ પટેલ સામે ચલાવવામાં આવી રહેલ ઓપરેશન જયેશ પટેલ ભલે હાલ ઢીલું પડી ગયું હોય એવો માહોલ હાલ ઉભો થયો છે. ત્યારે કોર્ટના ફરમાનને લઈને જયેશ પટેલ વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે. હથિયાર ધારા અને કાવતરું તેમજ ઘમકીના કેશમાં સંડોવાયેલ જયેશ પટેલને એક મહિનામાં હાજર થઈ જવા કોર્ટે ફરમાન કર્યું છે.

જમીન પ્રકરણો, હત્યા, ખંડણી, ધાક ધમકી અને ઓર્ગેનાઇઝડ ક્રાઇમમાં સંડોવાયેલ કુખ્યાત જયસુખ ઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરીયા ફરી ચર્ચામાં આવ્યો છે. ભુમાફિયા જયેશ સામે નોંધાયેલ આઇ.પી.સી. કલમ ૫૦૬(૬)‌, ૧૨૦બી, આર્મ્સએક્ટની કલમ ૨૫(૧બી)(એ)તથા જી.પી. એકટની કલમ ૧૩૫(૧) હેઠળની ફરિયાદને લઈને કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આરોપી જયેશ પટેલે શિક્ષાપાત્ર ગુનો કર્યો છે અને તે ઉપરથી કાઢેલા ધરપકડ વોરંટ ઉપર શેરો થઈ આવેલ છે કે જયસુખઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરીયા મળી આવતા નથી આમ ફરાર થયેલ છે તેથી ૯માં એડિ. ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટએ જાહેરનામા દ્વારા ફરિયાદનો જવાબ આપવા અને તેના વિરુદ્ધના કેસમાં જયસુખ ઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરીયાને જાતે હાજર રહેવા જાહેરનામાના ૩૦ દિવસની અંદર કોર્ટમાં હાજર થવા ફરમાન કરવામાં આવેલ છે. કોર્ટના આદેશને લઈને તાજેતરમાં ચર્ચામાં રહેલ ગુજસીટોક પ્રકરણના આરોપી જયેશ પટેલ વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here